રાજનાથ સિંહનો કોંગ્રેસ પર હુમલો- ખુલાસો કરીશ તો ચહેરો દેખાડવો મુશ્કેલ થઈ જશે

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ  (Defence Minister Rajnath Singh)એ બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Election 2020) માટે શનિવારે પટના અને ગોપાલગંજમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા વિરોધીઓ પર આક્રમક પ્રહારો કર્યા હતા.

રાજનાથ સિંહનો કોંગ્રેસ પર હુમલો- ખુલાસો કરીશ તો ચહેરો દેખાડવો મુશ્કેલ થઈ જશે

પટના/ગોપાલગંજઃ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ  (Defence Minister Rajnath Singh)એ બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Election 2020) માટે શનિવારે પટના અને ગોપાલગંજમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા વિરોધીઓ પર આક્રમક પ્રહારો કર્યા હતા. પટનામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે, આજે કેટલીક રાજકીય પાર્ટીઓ, કોંગ્રેસના નેતાઓ દ્વારા આપણી સેનાના જવાનોના પરાક્રમ પર સવાલ નિશાન લગાવવામાં આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીને 12 સો વર્ગ કિમી જમીન કબજે કરી લીધી. ખુલાસો હું કરી દઈશ તો ચહેરો દેખાડવો મુશ્કેલ થી જશે મારા ભાઈઓ. 

રક્ષામંત્રી રાજનાથ સિંહ બિહટાના વિષ્ણુપુરા મનેર વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ડો નિખિલ આનંદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. રાજનાથ સિંહે રેલીને કરતા કહ્યુ, 'તમે લોકો ભણેલા-ગણેલા છો. 1962થી 2013 સુધીનો ઈતિહાસ જોઈ લો. હું રક્ષામંત્રી હોવાના નાતે તમને કહેવા ઈચ્છુ છું કે આપણી સેનાના જવાનોએ જે પરાક્રમ દેખાડ્યું છે દેશનું માથુ તેનાથી ગર્વથી ઊચું થઈ ગયું છે.'

— ANI (@ANI) October 31, 2020

કોઈ કહી ન શકે નીતીશ કુમાર પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોયઃ સિંહ
તો ગોપાલગંજના બૈકુંઠપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા રાજનાથ સિંહે બિહારના સીએમ નીતીશ કુમારની પ્રશંસા કરી હતી. તો તેમણે કહ્યુ કે, બિહારની જ નહીં હિન્દુસ્તાનનો કોઈપણ વ્યક્તિ આંગળી ઉઠાવીને ન કહી શકે કે નીતીશ કુમાર પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય. એનડીએના ભાજપ ઉમેદવાર મિથિલેશ કુમાર તિવારી માટે એક જનસભાને સંબોધિત કરતા રાજનાથ સિહે કહ્યુ કે, ચર્ચાનો મુદ્દો તે હોઈ શકે છે બિહારના સીએમ નીતીશ કુમારે આ કામ નથી કર્યું, આ કામ કેમ કર્યું. પરંતુ કોઈ તે ન કહી શકે કે તેમના પર કોઈ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોય. 

દિલ્હીમાં ફરી વધી રહ્યાં છે કોરોનાના કેસ, સ્થિતિ પર કાબુ મેળવવા કેન્દ્રએ સંભાળી કમાન

કોઈ દેશની હિંમત નથી જે ભારતની જમીન પર કબજો કરી શકેઃ રાજનાથ
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, આપણી બિહાર રેજિમેન્ટના 20 જવાનોએ પોતાની શહીદી આપીને ભારત માતાના સ્વાભિમાનને બચાવવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે, જે માતાઓએ આવા વીર જવાનને જન્મ આપ્યો છે તે માતાઓના ચરણોમાં માથુ ઝુકાવીને નમન કરુ છું. જેણે પોતાનું બલિદાન આપીને ભારતના સ્વાભિમાનની રક્ષા કરી છે. આજે તેના કારણે દુનિયાના કોઈપણ દેશમાં તે હિંમત નથી કે તે ભારતની એક ઇંચ જમીન પર કબજો કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news