ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર? 11 દિવસથી એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી ઓછી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona Virus) ના 45 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 490 લોકોના મૃત્યુ થયા છે. 
ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર? 11 દિવસથી એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી ઓછી

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona Virus) ના 45 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 490 લોકોના મૃત્યુ થયા છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,903 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 85,53,657 પર પહોંચી છે. જેમાંથી 5,09,673 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે 79,17,373 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી કુલ 490 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુનો આંકડો 1,26,611 પર પહોંચ્યો છે. 

અત્યાર સુધીમાં 79 લાખ કોરોના દર્દીઓ સાજા થયા
મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 48,405 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 79,17,373 થઈ છે. 

Total active cases are 5,09,673 after a decrease of 2,992 in last 24 hours.

Total cured cases are 79,17,373 with 48,405 new discharges in the last 24 hours pic.twitter.com/dUz5G1Vw1u

— ANI (@ANI) November 9, 2020

રિકવરી રેટ 92.58 ટકા
દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 92.58 ટકા થયો છે. જ્યારે મૃત્યુ દર 1.48 ટકા છે. દેશમાં સતત 11 દિવસથી એક્ટિવ કેસની સંખ્યા 6 લાખની ઓછી રહી છે. આંકડા મુજબ દેશમાં હાલ 5,09,673 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જે કુલ કેસના માત્ર 5.96 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news