LIVE: પીએમ મોદી માલદીવ પહોંચ્યા, બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ
વડાપ્રધાન મોદી શનિવારે કેરળના ગુરુવાયુર શ્રી કૃષ્ણા મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. પૂજા કર્યા બાદ વડાપ્રધાન મોદી ગુરુવાયુર શ્રી કૃષ્ણ એચએસ ગ્રાઉન્ડમાં જાહેર સભાને પણ સંબોધન કરશે. ગુરુવયુરનું કૃષ્ણ મંદિર ખૂબ પ્રાચીન છે
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાના પહેલા પ્રવાસે છે. પીએમ મોદી આજે કેરળમાં જ રહેશે. પીએમ મોદી કેરળના ત્રિસુરમાં ભાજપના કાર્યકરોને સંબોધી રહ્યાં છે. આ અગાઉ તેમણે પ્રસિદ્ધ ગુરુવાયૂર મંદિરમાં ખાસ પૂજા કરી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશના ગરીબોએ ઘર વેચવા ન પડે તે માટે અમે 5 લાખની સુવિધા આપી રહ્યા છીએ. પરંતુ કેરળના લોકોને આ સુવિધા મળી રહી નથી. કારણ કે અહીંની સરકારે આ સુવિધાને લાગુ કરવાની ના પાડી દીધી છે. અમે અપીલ કરીએ છીએ કે તેઓ સ્વીકારે જેથી કરીને કેરળના લોકો તેનો ફાયદો ઉઠાવી શકે.
8 જૂન 2019, 3.48 વાગે
- બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસ અંતર્ગત પીએમ મોદી માલદીવ પહોંચ્યાં. માલે એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
8 જૂન 2019, 12.20 વાગે
- અનેક રાજકીય પંડિતોના મનમાં વિચાર આવતો રહ્યો હશે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નહીં, પરંતુ મોદી ત્યાં આભાર માનવા પહોંચી ગયા-પીએમ મોદી
8 જૂન 2019, 12.15 વાગે
- અમે ભાજપ કાર્યકર્તાઓ ફક્ત ચૂંટણી રાજકારણ માટે ચૂંટણીના મેદાનમાં નથી હોતા: પીએમ મોદી
8 જૂન 2019, 12.13 વાગે
- કેરળમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે જનતા જનાર્દન ઈશ્વરનું સ્વરૂપ છે. આ ચૂંટણીમાં દેશે સારી પેઠે જોયું છે. રાજકીય પક્ષો જનતાના મિજાજને ઓળખી શક્યા નહીં. રાજકીય પંડિતો પણ જનતાને સમજી શક્યા નહીં. સર્વે કરનારા પણ આમ તેમ થતા રહ્યાં.
8 જૂન 2019, 10:46 વાગે
- ગુરૂવાયૂર શ્રીકૃષ્મ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તુલાભારમની ધાર્મિક વિધિ કરવામાં આવી. તે દરમિયાન પીએમ મોદીને કમળના ફૂલોથી તોલવામાં આવ્યા.
8 જૂન 2019, 10:40 વાગે
- શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત પહેરવેશમાં આવ્યા.
8 જૂન 2019, 10:37 વાગે
- કેરળના શ્રી કૃષ્ણ મંદિરમાં વડાપ્રધાન મોદીની વિશેષ પૂજા માટે 112 કિલો કમળના ફૂલોની ખરીદી કરવામાં આવી છે.
8 જૂન 2019, 10:34 વાગે
- વડા પ્રધાનની ઉપાસનાની વિડિઓ જુઓ...
#WATCH Kerala: Prime Minister Narendra Modi offers prayers at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/HB98hDQAFk
— ANI (@ANI) June 8, 2019
8 જૂન 2019, 10:24 વાગે
- કેરળના ગુરુવયુર કૃષ્ણ મંદિરની મુલાકાત પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કમળના ફૂલોથી પૂજા કરશે
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે