માયાવતીની એક ધમકી, રાજસ્થાન અને MPમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળ છવાયા!
મધ્ય પ્રદેશમાં 7 જાન્યુઆરીના રોજથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ બહુજન સમાજ પાર્ટીએ એક ચેતવણી આપીને કોંગ્રેસ સરકાર માટે મોટી મુશ્કેલી પેદા કરી છે.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં 7 જાન્યુઆરીના રોજથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ બહુજન સમાજ પાર્ટીએ એક ચેતવણી આપીને કોંગ્રેસ સરકાર માટે મોટી મુશ્કેલી પેદા કરી છે. બસપાના પ્રમુખ માયાવતીએ કમલનાથ સરકાર પાસે માગણી માગણી કરી છે કે રાજ્યમાં એસસી-એસટી વર્ગ પર આંદોલન દરમિયાન લાગેલા કેસ પાછા ખેંચો. જો આમ ન થયું તો તેઓ સમર્થન પર એકવાર ફરીથી વિચાર કરશે.
બહુજન સમાજ પાર્ટીએ એક પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને કહ્યું કે 'અમે માંગણી કરીએ છીએ કે રાજસ્થાન અને મધ્ય પ્રદેસમાં એસસી-એસટી એક્ટ 1989 માટે 2 એપ્રિલના 2018ના રોજ આયોજિત ભારત બંધ વખતે થયેલા કેસો પાછા ખેંચવામાં આવે. જો આ માંગણીઓ પૂરી ન થઈ તો અમે કોંગ્રેસને બહારથી સમર્થન આપવાના અમારા નિર્ણય પર ફેર વિચાર કરીશું.'
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારના નવા નિમાયેલા લો એન્ડ લેજિસ્લેટિવ અફેર્સ મંત્રી પીસી શર્માએ હાલમાં જ કહ્યું હતું કે ભાજપ સરકાર દરમિયાન પ્રદેશમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ રાજકારણ પ્રેરિત જે કેસો નોંધાયા હશે તેને પાછા ખેંચવામાં આવશે. આવા સમયે બસપાનું નિવેદન આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
શર્માએ કહ્યું હતું કે આંદોલનોમાં સામેલ થનારા સરકારી કર્મચારીઓ નેતાઓ વિરુદ્ધ નોંધાયેલા કેસોને પાછા ખેંચવા પર વિચાર કરવામાં આવશે. હું મારા વિભાગના પ્રમુખ સચિવને જલદી આ મામલે પ્રસ્તાવ તૈયાર કરવા માટે ચર્ચા કરીશ.
નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો છે. બહુમત માટે 116 ધારાસભ્યોની જરૂર પડે છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 41 ટકા મતો મળ્યાં પરંતુ સીટો માત્ર 109 મળી. કોંગ્રેસના ફાળે 114 બેઠકો ગઈ. 4 અપક્ષ, બસપાને 2 અને સપાના એક ધારાસભ્યના સમર્થનથી કોંગ્રેસ પાસે 121 ધારાસભ્યોનું પીઠબળ છે એમ કોંગ્રેસનું કહેવું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે