ચેન્નાઈઃ ગાયે છોડી દીધું હતું ખાવાનું, પેટમાંથી નિકળ્યું 52 કિલો પ્લાસ્ટિક, સિરિન્જ, સિક્કા..!!!

ડોક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યું હતું. ત્યાર પછી ડોક્ટરોને જોવા મળ્યું કે, ગાયના પેટમાં પ્લાસ્ટિક છે અને ઓપરેશન કરીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. 

ચેન્નાઈઃ ગાયે છોડી દીધું હતું ખાવાનું, પેટમાંથી નિકળ્યું 52 કિલો પ્લાસ્ટિક, સિરિન્જ, સિક્કા..!!!

ચેન્નઈઃ તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ જણાવ્યું કે, મદ્રાસ વેટરનરી હોસ્પિટલના ડોક્ટરોએ 6 વર્ષની ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કચરો, સિરિન્જની સોય, નાખ, સિક્કા અને ભોજનને પેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એલ્યુમિનિયમ ફોઈલ કાઢી હતી. મુખ્યમંત્રીએ ગાયનું ઓપરેશન કરનારા ડોક્ટરની પ્રશંસા કરી હતી. 

ગાયનો માલિક મુનિરત્નમે તેને લઈને હોસ્પિટલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની ગાયે ખાવાનું છોડી દીધું છે. આથી ડોક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યું હતું. ત્યાર પછી ડોક્ટરોને જોવા મળ્યું કે, ગાયના પેટમાં પ્લાસ્ટિક છે અને ઓપરેશન કરીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. 

ડો. બાલા સુબ્રમણિયમના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે સવારે 11.00થી સાંજે 4.00 કલાક એમ 5 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, ગાયના પાચનતંત્રમાં 75% પ્લાસ્ટિકનો કચરો હતો. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ જણાવ્યું કે, ગાયની તબિયત સારી છે અને હવે તે ખોરાક લઈ રહી છે. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક માત્ર પ્રયાવરણ જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news