ચીને ફિંગર-4થી પાછળ હટવાની ના પાડી દીધી, ભારતીય સેના એલર્ટ, તોપોની તૈનાતી વધારી
લદાખમાં તણાવ હજુ વધી શકે છે. ચીનના ચરિત્ર અને હરકતો જોઈને ભારતીય સેનાએ LAC પર પોતાની તૈનાતી વધારી દીધી છે. પૂર્વ લદાખમાં તોપોની તૈનાતી વધારવામાં આવી છે. આ બધા વચ્ચે ભારતીય સેનાના ઉત્તર કમાનના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ વાઈકે જોશી દિલ્હી પહોંચી ગયા છે. સ્થિતિ વણસવાનો સંકેત એ વાતથી મળી રહ્યાં છે કે ચીનની સેનાએ પેન્ગોંગમાં ફિંગર 4 (Finger-4)થી પાછળ હટવાનો ઈન્કાર કર્યો છે. આ બાજુ એલએસી પર તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ કાલથી લદાખના પ્રવાસે રહેશે.
Trending Photos
નવી દિલ્હી: લદાખમાં તણાવ હજુ વધી શકે છે. ચીનના ચરિત્ર અને હરકતો જોઈને ભારતીય સેનાએ LAC પર પોતાની તૈનાતી વધારી દીધી છે. પૂર્વ લદાખમાં તોપોની તૈનાતી વધારવામાં આવી છે. આ બધા વચ્ચે ભારતીય સેનાના ઉત્તર કમાનના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ વાઈકે જોશી દિલ્હી પહોંચી ગયા છે. સ્થિતિ વણસવાનો સંકેત એ વાતથી મળી રહ્યાં છે કે ચીનની સેનાએ પેન્ગોંગમાં ફિંગર 4 (Finger-4)થી પાછળ હટવાનો ઈન્કાર કર્યો છે. આ બાજુ એલએસી પર તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ કાલથી લદાખના પ્રવાસે રહેશે.
LAC પર તણાવ લાંબો ખેંચાશે
ચીનની સેના પેન્ગોંગમાં પાછળ હટવા તૈયાર નથી. ફિંગર 4થી પાછળ હટવા ચીનની સેના તૈયાર નથી. ચુશુલમાં બંને દેશો વચ્ચે ચોથી કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. આ વાતચીત 14 કલાક કરતા વધુ ચાલી હતી. ગલવાન, હોટસ્પ્રિંગ્સ, અને ગોગરામાં સૈનિકોના હટવા પર સહમતિ બની હતી. ભારતની માગણી છે કે ચીનના સૈનિકો સંપૂર્ણ રીતે વિસ્તારમાંથી હટી જાય.
ભારતીય સેના અલર્ટ
ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. ચીનની હરકતો જોતા ભારતે પૂર્વ લદાખમાં 60 હજાર સૈનિકોની તૈનાતી કરી લીધી છે. ભારતે ભીષ્મ ટેંક, અપાચે ફાઈટર હેલિકોપ્ટર, સુખોઈ ફાઈટર જેટ, ચિનૂક, અને રુદ્ર ફાઈટર હેલિકોપ્ટરની તૈનાતી કરી છે. પૂર્વ લદાખમાં ભારતે તોપોની તૈનાતી પણ વધારી છે.
જુઓ LIVE TV
રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતી કાલે બે દિવસના પ્રવાસે જમ્મુ અને કાશ્મીર તથા લેહ લદાખ જશે. રક્ષામંત્રીની સાથે સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે પણ હશે. રક્ષામંત્રી એલએસી ના ફોરવર્ડ બ્લોક પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે. 2 અઠવાડિયાની અંદર પહેલા પીએમ મોદી અને હવે રાજનાથ સિંહના લદાખ પ્રવાસથી ચીનને ખુબ જ કડક સંદેશ આપવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે