ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું પોતાની જ પાર્ટી પર નિશાન, "કોંગ્રેસ રસ્તો ભુલી ગઈ છે, મારા માટે દેશ પહેલા"

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ રવિવારે રોહતકમાં એક પરિવર્તન મહારેલીનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે રાજ્યની વર્તમાન ખટ્ટર સરકારને આડેહાથ લીધી હતી 
 

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું પોતાની જ પાર્ટી પર નિશાન, "કોંગ્રેસ રસ્તો ભુલી ગઈ છે, મારા માટે દેશ પહેલા"

ચંડીગઢઃ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. હુડ્ડાએ જણાવ્યું કે, "કોંગ્રેસ રસ્તો ભુલી ગઈ છે. મારા માટે દેશ પહેલા છે. તેમણે જણાવ્યું કે, સરકાર જ્યારે કંઈક સારું કરે છે તો આપણે તેનું સમર્થન કરીએ છીએ. અમારા સાથીઓએ કલમ-370નો વિરોધ કર્યો છે. આ એ કોંગ્રેસ નથી જે પહેલા હતી. દેશભક્તી અને આત્મસન્માનની વાત હશે ત્યાં હું કોઈ સમાધાન નહીં કરું."

હુડ્ડાએ આજે રોહતકમાં પરિવર્તન મહારેલી કરી હતી. રેલીમાં તેમણે હરિયાણાની ખટ્ટર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "હું સવાલ ઉઠાવું છું કે, છેલ્લા 5 વર્ષમાં એવું કયું કામ થયું છે. અમારી સરકાર 10 વર્ષ સુધી રહી હતી. અમે ફેક્ટરીઓ લગાવી, રેલવે લાઈન પાથરી છે, મેટ્રો ચલાવી છે. 2014માં હરિયાણાનું દેવું 60 હજાર કરોડ હતું, જે હવે આગળ વધીને રૂ.1.70 લાખ કરોડ પહોંચી ગયું છે. સરકારે કોઈ કામ કર્યું નથી."

હુડ્ડાએ વધુમાં જણાવ્યું કે, "હરિયાણાના લોકોને શું જોઈએ છે? અહીંના લોકો જનતાની સરકાર ઈચ્છે છે. હું રાજનિતીમાંથી સન્યાસ લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ આ તમારી દશા જોઈને મેં સંઘર્ષ કરવાનો નિર્ણય લીધો છે."

હુડ્ડાએ કહ્યું કે, "મારો પરિવાર ચાર પેઢીઓથી કોંગ્રેસમાં હતો. મેં સંપૂર્ણ મનથી કોંગ્રેસની સેવા કરી છે. જો કેન્દ્ર સરકાર સારું કામ કરે છે તો તેને સમર્થન આપવું જોઈએ. મારી પાર્ટી માર્ગ ભુલી ગઈ છે. દેશભક્તિ અને સ્વાભિમાનનો સવાલ હશે તો હું કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરું. હરિયાણાની સરકાર 370ના પડછાયામાં પાંચ વર્ષનો હિસાબ આપવાનું ન ભુલે."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news