ટ્રિપલ તલાક બિલ, મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય મુદ્દ કોંગ્રેસ માફી માગેઃ અમિત શાહ

અમિત શાહે ટ્વીટ કરીને વડા પ્રદાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને લોકસભામાં ટ્રીપલ તલાક બીલ સફળતાપૂર્વક પસાર થવા માટે અભિનંદન પાઠવ્યા 

ટ્રિપલ તલાક બિલ, મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય મુદ્દ કોંગ્રેસ માફી માગેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર થવાથી મુસ્લિમ મહિલાઓને સમાનતા અને ગરિમા સુનિશ્ચિત કરવાની દિશામાં ઐતિહાસિક પગલું જણાવતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે માગણી કરી કે, કોંગ્રેસ દાયકાઓ સુધી અન્ય માટે માફી માગે. 

લોકસભામાં ગુરૂવારે ટ્રિપલ તલાકને દંડનીય અપરાધની શ્રેણીમાં મુકતું બિલ પસાર થઈ ગયું છે. સરકારે એ દાવાઓને પણ ફગાવી દીધા કે, તેનો હેતુ કોઈ ખાસ સમુદાયને નિશાન બનાવવાનો છે. 

અમિત શાહે ટ્વીટ કરીને વડા પ્રધાન મોદી અને તેમની સરકારને લોકસભામાં ટ્રિપલ તલાક બિલ સફળતાપૂર્વક પસાર થવા મુદ્દે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, મુસ્લિમ મહિલાઓની સમાનતા અને ગરિમા સુનિશ્ચિત કરવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું છે. 

Cong must apologise for injustice to Muslim women: Amit Shah as LS pass Triple Talaq bill

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, દેશમાં મુસ્લિમ મહિલાઓ સાથે દાયકાઓ સુધી અન્યાય કરવા માટે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ માફી માગવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news