પહેલા કોર્ટે ચંદ્રશેખરને લગાવી બરાબર ફટકાર, પછી આપ્યાં શરતી જામીન, શરતો વિશે ખાસ જાણો

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દરિયાગંજમાં થયેલા પ્રદર્શન મામલે ચંદ્રેશેખરને તીસ હજારી કોર્ટે આજે શરતી જામીન આપ્યાં.

પહેલા કોર્ટે ચંદ્રશેખરને લગાવી બરાબર ફટકાર, પછી આપ્યાં શરતી જામીન, શરતો વિશે ખાસ જાણો

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દરિયાગંજમાં થયેલા પ્રદર્શન મામલે ચંદ્રેશેખરને તીસ હજારી કોર્ટે આજે શરતી જામીન આપ્યાં. કોર્ટે શરતમાં જણાવ્યું કે આગામી 4 અઠવાડિયા સુધી ચંદ્રશેખર દિલ્હીમાં નહીં રહે. કોર્ટે એમ પણ કહ્યું કે આ મામલે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી ચંદ્રશેખર સહારનપુરમાં દરેક શનિવારે એસએચઓની સામે પોતાની હાજરી પુરાવશે. ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરની જામીન સુનાવણી વખતે તીસ હજારી કોર્ટે ચંદ્રશેખરને ફટકાર પણ લગાવી હતી.

કોર્ટે ચંદ્રશેખરને કહ્યું કે તમારે ઈન્સ્ટીટ્યૂશન અને વડાપ્રધાનનું સન્માન કરવું જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે જે સમૂહ વિરોધ પ્રદર્શન કરે છે, તેના પર સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ લાગે છે અને આ મામલે પોલીસે કહ્યું છે કે હિંસા થઈ છે અને પોલીસ બારકેડિંગ, બે પ્રાઈવેટ ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. જેની જવાબદારી પણ ચંદ્રશેખરની છે. 

વકીલે જણાવ્યું કે ધરણા માટે ઈમેલ મોકલીને મંજૂરી માગવામાં આવી હતી. જજે કહ્યું કે જો ધરણા બાદ કોઈ  ઘટના ઘટે તો તે તમારી જવાબદારી રહેશે. કોર્ટે સરકારી વકીલને કહ્યું કે તમે ગઈ કાલે જે વાચ્યું હતું તે ભડકાઉ ભાષણ નથી. જજે આઝાદના વકીલને આરએસએસનું નામ લેવા બદલ પણ ટોક્યા હતાં અને કહ્યું કે તમે તમારી વાત કરો. જજે આઝાદને મેડિકલ સુવિધા અંગે પણ પૂછ્યું. 

જુઓ LIVE TV

આઝાદના વકીલે કહ્યું કે પ્રાચાના ડ્રોનના વીડિયોથી સ્પષ્ટ છે કે જામા મસ્જિદની પાસે કોઈ હિંસા થઈ નથી. જજે આઝાદના વકીલને પૂછ્યું કે જો આઝાદને છોડી મૂકવામાં આવત તો તમે કેવી રીતે સુનિશ્ચિત કરત કે કોઈ પ્રકારની હિંસા નહીં થાય. 

ચંદ્રશેખરના વકીલ મહેમૂદ પ્રાચાએ કોર્ટમાં ચંદ્રશેખરના ટ્વીટ વાંચ્યા. રામપ્રસાદ બિસ્મિલ્લાહના કોટને ચંદ્રશેખરે ટ્વીટ કર્યો. તેને તે રોજ ગાય છે, જેના પર કોર્ટે કહ્યું કે સાચે રોજ ગાય છે? આ ટ્વીટથી શું જનતા ભડકશે નહીં. મહેમૂદ પ્રાચાએ કહ્યું કે સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન હતું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news