દિલ્હી જળ બોર્ડની ઓફિસમાં તોડફોડ, AAPએ ભાજપ પર લગાવ્યો હુમલાનો આરોપ


આમ આદમી પાર્ટીએ આ તોડફોડ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. આપ નેતા રાધવ ચડ્ઢાએ કહ્યુ કે, ભાજપના ગુંડાએ દિલ્હી જળ બોર્ડના કાર્યાલયમાં ઘુસી બર્બરતા કરી છે. 
 

દિલ્હી જળ બોર્ડની ઓફિસમાં તોડફોડ, AAPએ ભાજપ પર લગાવ્યો હુમલાનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હી જળ બોર્ડની ઓફિસમાં ગુરૂવારે અચાનક હિંસક ભીડે અંદર ઘુસીને તોડફોડ કરી છે. ઘટનાનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં ઝંડેવાલાનમાં સ્થિત ડીજેબીના કાર્યાલયમાં 100થી વધુ લોકોના ટોળાને તોડફોડ કરતા જોઈ શકાય છે, જ્યારે એક પોલીસકર્મી તેને પકડવાનો પ્રયાસ કરે છે. ટોળુ આખરે કાચના દરવાજાને તોડીને અંગર ઘુસી જાય છે. 

આમ આદમી પાર્ટીએ આ તોડફોડ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. આપ નેતા રાધવ ચડ્ઢાએ કહ્યુ કે, ભાજપના ગુંડાએ દિલ્હી જળ બોર્ડના કાર્યાલયમાં ઘુસી બર્બરતા કરી છે. તેમમે મને પડકાર આપ્યો અને કિસાનોનું સમર્થન કરવા તથા તેના માટે બોલવા વિરુદ્ધ સીએમ અરવિંદ કેજરીવાલને ચેતવણી આપી છે. સીસીટીવી ફુટેજ છે. તે સ્પષ્ટ છે કે આ ઘટના દિલ્હી પોલીસની મદદથી થઈ છે. 

— Raghav Chadha (@raghav_chadha) December 24, 2020

AAP ધારાસભ્ય અને ડીજેબીના ઉપાધ્યક્ષ રાઘવ ચડ્ઢા દ્વારા શેર કરવામાં આવેલા એક અન્ય વીડિયોમાં ભીડથી થતા નુકસાનને જોઈ શકાય છે. ટોળાએ કાચ અને દરવાજો તોડી દીધો ત્યારબાદ કાર્યાલયમાં તોડફોડ કરી છે. ટ્વીટમાં રાઘવે હુમલા માટે ભાજપના ગુંડા પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ ઘટનાએ કર્મચારીઓને હતોત્સાહિત કરી દીધા છે. 

भाजपा समझ ले कि आम आदमी पार्टी और मेरी सरकार पूरी तरह से अंतिम साँस तक किसानों के साथ है।इस तरह के कायरना हमलों से हम नहीं डरते।मेरी सभी कार्यकर्ताओं से अपील है कि भाजपा के इस तरह के हमलों से उत्तेजित ना हों, संयम बरतें और पूरी तरह से किसानों का साथ दें https://t.co/4FvRWRwVt1

— Arvind Kejriwal (@ArvindKejriwal) December 24, 2020

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટનાને શરમજનક ગણાવી છે. પોતાના ટ્વીટમાં લખ્યું છે, 'આ ખુબ શરમજનક છે. ભાજપ સમજી લે કે આમ આદમી પાર્ટી અને મારી સરકાર સંપૂર્ણ રીતે અંતિમ શ્વાસ સુધી કિસાનોની સાથે છે. આ પ્રકારના કાયરતાપૂર્વક હુમલાથી અમે ડરતા નથી. મારી બધા કાર્યકર્તાઓને અપીલ છે કે ભાજપના આ પ્રકારના હુમલાથી ઉત્તેજિત ન થાય, શાંતિ રાખે અને કિસાનોનો સાથ આપે.'

Bye Bye 2020: એ પાંચ ચહેરા જે વર્ષ 2020માં લઈને આવ્યા રાજકારણમાં સનસની

રાજ્યના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ આ ઘટનાને ભાજપ પ્રાયોજિત ગણાવવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાનો એક વીડિયો રી-ટ્વીટ કરતા તેમણે કહ્યું, ભાજપના મોટા-મોટા નેતાઓની આગેવાનીમાં રાઘવ ચડ્ઢા પર હુમલો. જુઓ કિસાન આંદોલનનું સમર્થન આપવા પર બદલો લેવા પહોંચ્યા ભાજપના નેતાઓ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news