કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા, પોલિયો મુક્ત ભારત અભિયાનમાં ZEE મીડિયાનું મોટું યોગદાન

ડો. હર્ષ વર્ધને આ દરમિયાન મીડિયા સાથે આ અભિયાનને સફળ બનાવવાનો સહયોગ માગ્યો. ચર્ચા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ZEE  મીડિયાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પોલિયો મુક્ત ભારત અભિયાનમાં ZEE મીડિયાનું મોટું યોગદાન છે. પૈસા વગર જ અભિયાન સાથે જોડાઈને ZEE મીડિયાએ એક નવું ઉદાહરણ પુરું પાડ્યું છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા, પોલિયો મુક્ત ભારત અભિયાનમાં ZEE મીડિયાનું મોટું યોગદાન

નવી દિલ્હીઃ વર્લ્ડ ફૂડ ડેના(World Food Day) પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને (Dr. Harsh Vardhan) બુધવારે ફૂડ સેફ્ટી મિત્ર અભિયાનની(Food Safety Mitra Scheme) શરૂઆત કરી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના(FSSAI) સહયોગથી તાલીમ મેળવનારા 'ફૂડ સેફ્ટી મિત્ર' કોર્પોરેટ કંપનીઓથી માંડીને આમ આદમી વચ્ચે જાગૃતિ ફેલાવાનું કામ કરશે. 

ડો. હર્ષ વર્ધને આ દરમિયાન મીડિયા સાથે આ અભિયાનને સફળ બનાવવાનો સહયોગ માગ્યો. ચર્ચા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ZEE  મીડિયાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પોલિયો મુક્ત ભારત અભિયાનમાં ZEE મીડિયાનું મોટું યોગદાન છે. પૈસા વગર જ અભિયાન સાથે જોડાઈને ZEE મીડિયાએ (ZEE MEDIA)  એક નવું ઉદાહરણ પુરું પાડ્યું છે. 

ડો. હર્ષ વર્ધને જણાવ્યું કે, હું જ્યારે દિલ્હીનો આરોગ્ય મંત્રી હતો એ સમયે ઝી ટીવીના માલિક જવાહર ગોયલે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ પલ્સ પોલિયો અભિયાનમાં સહયોગ આપવા માગે છે. ડો. હર્ષ વર્ધને વધુમાં જણાવ્યું કે, "ઝી ટીવીના માલિકે અમને કહ્યું કે, ZEE TV પલ્સ પોલિયો અભિયાનમાં સરકાર સાથે મળીને કામ કરશે. તમને સાંભળીને વિશ્વાસ નહીં થાય કે ZEE TVએ એ સમયે ટીવી પર પલ્સ પોલિયો અભિયાનનો જોરદાર પ્રચાર કર્યો હતો. સાથે જ ટીવી પર મફતમાં એટલી જાહેરાતો દેર્શાવી હતી, જેની કિંમત રૂ.60 કરોડથી વધુ હતી. તેમ છતાં ZEE TVએ 60 પૈસા પણ લીધા ન હતા."

ભોજનનો વેડફાટ રોકવા સરકારની તૈયારી
કેન્દ્ર સરકારે દેશના લોકોમાં ઝડપથી વધી રહેલી ખાવા-પીવાની ખોટી ટેવો, સાફ-સફાઈ વગરનું ભોજનની ઉપલબ્ધતા અને ભોજનનો વેડફાટ રોકવા માટે કેન્દ્ર સરકારે હવે કમર કસી છે. સરકારનો ઈરાદો લોકોને લારીથી માંડીને ફાઈવ સ્ટાર હોટલમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન કેવી રીતે મળે તેની વ્યવસ્થા કરવાનો છે. આ જ કારણે હવે સરકાર મોટા પાયે અભિયાન ચલાવી રહી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news