બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ કાશ્મીરમાં 5.5નો આચંકા

ભારતના છ રાજ્યોમાં બુધવારે છેલ્લા પાંત કલાકમાં ભૂકંપનો અનુભવ કરવામાં આવ્યો છે. બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ-કશ્મીરના ઘણા ભાગમાં ભૂકંપ આવ્યો છે.

બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ કાશ્મીરમાં 5.5નો આચંકા

નવી દિલ્હી: ભારતના છ રાજ્યોમાં બુધવારે છેલ્લા પાંત કલાકમાં ભૂકંપનો અનુભવ કરવામાં આવ્યો છે. બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ-કશ્મીરના ઘણા ભાગમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકાનો અનુભવ થવા પર આ રાજ્યોના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. અત્યાર સુધી જાનહાની કે નુકસાનના કોઇ સમાચાર આવ્યા નથી.

જમ્મૂ-કશ્મીરમાં બુધવારે આવેલા ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. હોનારત સંચાલન અધિકારીએ જણાવ્યું હતું કે કોઇ જાનહાની અથવા નુકસાનના સમાચાર મળ્યા નથી. તેમણે કહ્યું કે આ આંચકા સવારે 5.15 વાગે આવ્યાનું નોંધવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર લદાખ ક્ષેત્રના કારગિલ વિસ્તારથી 199 કિ.મી દુર સ્થિત થયું છે.

— ANI (@ANI) September 12, 2018

ત્યારે, બિહારના મુંગેર, ભાગલપુર, અરરિયા, પૂર્ણિયા, બાઢ, પટના, ફારબિસગંજ, મઘેપુરાના અદાકિશુનગંજ, મુરલીગંજમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. ઝારખંડના હઝારીબાગમાં પણ આંચકો અનુભવાયો હતો. બે દિવસ પહેલા પણ રાજધાની દિલ્હીમાં ભૂકંપનો હલકો આંચકો અનુભવાયો હતો. તેનું સેંટર પણ મેરઠ અને હરિયાણા બોર્ડરની આસપાસ હતું.

— ANI (@ANI) September 12, 2018

કેમ આવે છે ભૂંકપ?
ઘરતીની ઉપરની પરત 7 ટેક્ટોનિક પ્લેટોથી બની હોય છે. જ્યાં પણ પ્લેટ એકબીજાથી અથડાય છે ત્યાં ભૂકંપનો આંચકો અનુભવાય છે. ભૂકંપ ત્યારે આવે છે જ્યારે આ પ્લેટ્સ એક બીજાના ક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. તે દરમિયાન ઘણી વાર જમીનમાં તીરાડ પણ પડી જાય છે, ઘણીવાર અઠવાડી તો ઘણીવાર મહિનાઓ સુધી આ ઉર્જા રહી-રહીને બહાર નિકળતી હોય છે અને ભૂંકપ આવતો રહે છે, તેને આફ્ટરશોક કહેવાય છે.

— ANI (@ANI) September 12, 2018

શું ના કરીએ?
જો તમે ભૂકંપના આચંકાનો અનુભવ કરી રહ્યા છો તો ડરવાની જગ્યાએ ચપડતાથી નિર્ણય લો. જો ઘરની બહાર હોવ તો ઉંચી બિલ્ડિંગ અને પોલની પાસે ઉભાર ન રહેવું. જર્જરી બિલ્ડિંગની પાસે ક્યારેય પણ ઉભાર ના રહેવું. કોઇ એવો રસ્તો કે પૂલ પરથી ના પસાર થાવ જે નબળા હોય. સંભવ હોય તો મજબુત ટેબલના નીચે માથુ સંતાળીને બેસી જાઓ. આ દરમિયાન ઘરમાં પણ કાંચની બારીઓથી દૂર રહેવું. આ તમામ ઉપાયો છતાં તમે ક્યાંક ફસાઇ જોવ છો તો સીટી વગાડી અથવા બુમો પાડી મદદ માટે લોકને જાણકરી આપો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news