ખુશખબરઃ પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિનની થર્ડ ફેઝની ટ્રાયલ શરૂ, હશે સૌથી સસ્તી!


ભારત બાયોટેક વિશ્વની એકમાત્ર રસી કંપની છે જેની પાસે જૈવ સુરક્ષા સ્તર-3 (BSL3) ઉત્પાદન સુવિધા છે. પાછલા મહિને કંપનીએ કહ્યું હતું કે, તેણે પ્રથમ અને બીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણ સફળતાપૂર્વક પાર કરી લીધા છે.
 

ખુશખબરઃ પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિનની થર્ડ ફેઝની ટ્રાયલ શરૂ, હશે સૌથી સસ્તી!

હૈદરાબાદઃ ભારત બાયોટેકની કોવિડ-19 (Covid-19)ની રસી 'કોવેક્સીન'ની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. કંપનીના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર કૃષ્ણા એલા (Krishna Ela)એ સોમવારે આ જાણકારી આપી છે. 

ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધોતિ કરતા એલાએ કહ્યુ કે, કંનપી કોવિડ-19 માટે અન્ય એક વેક્સિન પર કામ કરી રહી છે. 

ઈન્ડિયન કોરોના વેક્સિનની  USP
આ નાક દ્વારા અપાતા ડ્રોપના રૂપમાં હશે. આ વેક્સિન આગામી વર્ષે તૈયાર થઈ જશે.

એલાએ કહ્યુ, અમે કોવિડ-19 રસી માટે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ની સાથે ભાગીદારી કરી છે. આ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. 

3rd phase trial

BSL3 સુરક્ષા સ્તર હાજર
તેમણે કહ્યું કે, ભારત બાયોટેક વિશ્વની એકમાત્ર રસી કંપની છે જેની પાસે જૈવ સુરક્ષા સ્તર-3 (BSL3) ઉત્પાદન સુવિધા છે. પાછલા મહિને કંપનીએ કહ્યું હતું કે, તેણે પ્રથમ અને બીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણ સફળતાપૂર્વક પાર કરી લીધા છે. કંપની 26,000 ભાગીદારો પર ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવા જઈ રહી છે. 

એક સપ્તાહમાં કોરોના પર આવ્યા બે સારા સમાચાર, હવે મોડર્નાએ કહ્યું- વેક્સિન 94% સફળ

રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થાની ભાગીદારી
ભારત બાયોટેક કોવેક્સીનનો વિકાસ આઈસીએમઆર-રાષ્ટ્રીય વાયરોલોજી વિજ્ઞાન સંસ્થા (NIV)ની સાથે ભાગીદારીમાં કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, કંપનીએ બે ઓક્ટોબરે ભારતીય ઔષધિ કંટ્રોલર (ડીસીજીઆઈ) પાસે ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી માગી હતી. 

એલાએ કહ્યુ, અમે અન્ય એક વેક્સિન પર કામ કરી રહ્યાં છે. તે નાક દ્વારા અપાતા ડ્રોપના રૂપમાં હશે. મને લાગે છે કે આગામી વર્ષ સુધી અમે આ વેક્સિન લોકોને ઉપલબ્ધ કરાવી શકશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news