માસ્ક ન પહેર્યું હોવાથી ભાગ્યો યુવક, બકરાની ધરપકડ? જાણો શું છે સચ્ચાઇ

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને ફેલાતા રોકવાને ધ્યાનમાં રાખતાં ધરમાંથી બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ કેટલાક લોકો વાયરસના ઝડપથી વધતા કેસ છતાં પન સાવધાની વર્તતા નથી.

માસ્ક ન પહેર્યું હોવાથી ભાગ્યો યુવક, બકરાની ધરપકડ? જાણો શું છે સચ્ચાઇ

કાનપુર: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને ફેલાતા રોકવાને ધ્યાનમાં રાખતાં ધરમાંથી બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ કેટલાક લોકો વાયરસના ઝડપથી વધતા કેસ છતાં પન સાવધાની વર્તતા નથી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના કાનપુરમાં કેટલાક એવા લોકો જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.  

જોકે કાનપુરના બેકનગંજ વિસ્તારમાં પોલીસ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન માસ્ક પહેર્યા વિના એક યુવક બકરાને લઇને જઇ રહ્યો હતો. પોલીસે તેને ઉભો રહેવા કહ્યું તો તે પોતાનો બકરો મુકીને ભાગી ગયો. 

સીઓ અનવરગંજ સૈફુદ્દીન બેગે જણાવ્યું કે બેકનગંજ વિસ્તારમાં પોલીસ ચેકિંગ દરમિયાન માસ્ક પહેર્યા વિના ફરી રહેલો યુવક પોતાના બકરાને છોડીને ભાગી ગયો હતો. પછી લાવારિસ સ્થિતિમાં બકરાને જોઇ પોલીસે તેને જીપમાં નાખીને પોલીસ સ્ટેશન લઇ આવી. પછી બકરાના માલિકે પોલીસ સ્ટેશન પહોચી તેને માસ્ક પહેરવાની ચેતાવણી આપી બકારને તેને હવાલે કરી દીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news