ભારત સરકારે વિઝા પરથી રોક હટાવી, પર્યટકો સિવાય બધાને આવવાની છૂટ

ભારત સરકારે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લગાવેલો વિઝા પ્રતિબંધ હટાવી દીધો છે. સરકારે ઈલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને બાદ કરતા તમામ વિઝા તત્કાળ પ્રભાવથી બહાલ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત સરકારે વિઝા પરથી રોક હટાવી, પર્યટકો સિવાય બધાને આવવાની છૂટ

નવી દિલ્હી: ભારત સરકારે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લગાવેલો વિઝા પ્રતિબંધ હટાવી દીધો છે. સરકારે ઈલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને બાદ કરતા તમામ વિઝા તત્કાળ પ્રભાવથી બહાલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ જાણકારી આપી. 

હવાઈ કે જળ માર્ગેથી આવી શકે છે ભારત
ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સરકાર પર્યટક વિઝા છોડીને, તમામ ઓસીઆઈ, પીઆઈઓ કાર્ડ ધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈ પણ ઉદ્દેશ્યથી ભારત આવવાની મંજૂરી આપે છે. તેઓ અધિકૃત એરપોર્ટ અને સીપોર્ટ ઈમિગ્રેશન ચેક પોસ્ટ દ્વારા હવાઈ કે જળ માર્ગથી દેશમાં પ્રવેશ કરી શકે છે. 

ગાઈડલાઈન્સનું કરવું પડશે પાલન
જો કે વિદેશથી આવનારા લોકોએ ક્વોરન્ટાઈન અને કોવિડ-19 વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. તબીબી ઉપચાર માટે ભારત આવવા ઈચ્છતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે મેડિકલ અટેન્ડન્ટ સહિત અરજી કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news