દિલ્હીમાં અમિત શાહની સંકલ્પ યાત્રા, લગભગ દોઢ કિમી સુધી કરી પદયાત્રા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે આજે દિલ્હીના શાલીમાર બાગના હૈદરપુર રામલીલા મેદાનથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંકલ્પ યાત્રાની શરૂઆત કરી. ગૃહ મંત્રી અમિત શાહ પોતે પણ આ અવસરે પગપાળા ચાલ્યા. લગભગ 1.5 કિલોમીટરનું અંતર તેઓએ પગપાળા કાપ્યું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન અને દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી પણ હતાં. 

દિલ્હીમાં અમિત શાહની સંકલ્પ યાત્રા, લગભગ દોઢ કિમી સુધી કરી પદયાત્રા

નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે આજે દિલ્હીના શાલીમાર બાગના હૈદરપુર રામલીલા મેદાનથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંકલ્પ યાત્રાની શરૂઆત કરી. ગૃહ મંત્રી અમિત શાહ પોતે પણ આ અવસરે પગપાળા ચાલ્યા. લગભગ 1.5 કિલોમીટરનું અંતર તેઓએ પગપાળા કાપ્યું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન અને દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી પણ હતાં. 

અમિત શાહે કહ્યું કે આજથી અભિયાન શરૂ થઈ રહ્યું છે, ભાજપના કાર્યકરો ગાંધીજીના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાનું કામ કરશે. 15 દિવસ સુધી ભાજપના જનપ્રતિનિધિ 150 કિમી સુધી પદયાત્રા કરીને ગાંધીજીના સિદ્ધાંતોને સ્થાપિત કરવાનું કામ કરશે. તેમણે કહ્યું કે આજે ગાંધી જયંતીના દિવસે સમગ્ર દેશ તે મહામાનવને યાદ કરી રહ્યો છે. 150મી જયંતી સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. આથી મોદીજીએ તેને જન જનનો કાર્યક્રમ બનાવવાનો નિર્ણય લીધો. મહાત્મા ગાંધીએ સમગ્ર દુનિયામાં ભારતીય મૂલ્યોને સ્વિકૃતિ અપાવી. ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા આઝાદી પહેલા હતાં. મોદીજીએ હંમેશા ગાંધીજીના વિચારોને ચરિતાર્થ કર્યા છે. આઝાદી બાદ કદાચ જ કોઈ વડાપ્રધાને સ્વચ્છતાને જન આંદોલન બનાવવાનું કામ કર્યું હશે. 

કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે એક સ્વાસ્થ્ય મંત્રી તરીકે ખુબ આનંદની વાત છે કે એક વડાપ્રધાન દેશને સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવે છે. ખુલ્લામાં શૌચમુક્ત અભિયાન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે. હવે અમે લોકો મોટા પાયે પ્લાસ્ટિકમાંથી ડીઝલ બનાવીશું. દિલ્હીમાં પણ પ્લાન્ટ લગાવીશું. 

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે ગૃહ મંત્રીજીનો 500 મીટર જ ચાલવાનો  કાર્યક્રમ હતો પરંતુ તેઓ લગભગ દોઢ કિમી ચાલ્યાં. જે જણાવે છે કે સરકાર આ અભિયાનને  લઈને કેટલી ગંભીર છે. હવે ગાંધીજીનો સંદેશ અને સ્વચ્છતા અભિયાનના સંદેશને લઈને ગલી ગલી ગામ ગામ સુધી જઈશું. 

જુઓ LIVE TV

અમિત શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસીઓના જમાનામાં જે ભણેલા છે તેઓ જો કચરો આમ તેમ નાખે, તો પૌત્રો કહે છે કે કચરો અહીં નહીં પરંતુ ડબ્બામાં નખાય. આપણે પુરુષાર્થ કરીએ તો ભગવાન પણ આશીર્વાદ આપે છે. 

અમિત શાહે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના જોખમો અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે સિંગલ યૂઝ પ્લાસ્ટિક સમગ્ર દુનિયા માટે જોખમ છે. તેનાથી અનેક બીમારીઓ થાય છે. તે માટી અને પાણીમાં ભળતું નથી. આપણે ગાયને ગૌમાતા કહીએ છીએ. સમગ્ર દેશ માને છે, પૂજા કરે છે. ગૌમાતાના પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિક જ્યારે નીકળે છે ત્યારે આપણને ખબર પડે છે કે તે કેટલો મોટો ખતરો છે. ભાજપના કાર્યકરો ગાંધીજીના મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનું કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news