દિલ્હી સુધી પહોંચતા પંજાબ-હરિયાણાના ધુમાડાનું આખરે સોલ્યુશન મળ્યું

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ પરાલી સૂરજકુંડ મેળામાં જોરદાર નામ કમાવી રહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં યોજાયેલ મેળામાં પહોંચેલ શિલ્પકાર પરાલી (Parali) થી ઘરેલુ ઉપયોગમાં લેવાતી સામગ્રી બનાવી રહ્યાં છે. જેમાં બેસવા માટે આસન, આરામ કરવા માટે ચટ્ટાઈ, પહેરવા માટે ચપ્પલ અને સામાન રાખવા માટે ટોપલી પણ બનાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરની શિલ્પકાર મહિલાઓએ આ સાબિત કરી દીધું કે, પરાલી સમસ્યા નહિ, પણ સમાધાન છે. તેને બાળો નહિ, પરંતુ ઉપયોગ કરો. તેનો પ્રયોગ કરો. પરાલીથી બનેલા બહુ જ સુંદર અને આકર્ષક સામાન મેળામાં પહોંચી રહ્યાં છે. જે પર્યટકોને પણ ગમી રહ્યાં છે. આ મેળામાં પરાલી ન બાળવા માટેનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. 

Updated By: Feb 7, 2020, 06:02 PM IST
દિલ્હી સુધી પહોંચતા પંજાબ-હરિયાણાના ધુમાડાનું આખરે સોલ્યુશન મળ્યું

ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ પરાલી સૂરજકુંડ મેળામાં જોરદાર નામ કમાવી રહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં યોજાયેલ મેળામાં પહોંચેલ શિલ્પકાર પરાલી (Parali) થી ઘરેલુ ઉપયોગમાં લેવાતી સામગ્રી બનાવી રહ્યાં છે. જેમાં બેસવા માટે આસન, આરામ કરવા માટે ચટ્ટાઈ, પહેરવા માટે ચપ્પલ અને સામાન રાખવા માટે ટોપલી પણ બનાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરની શિલ્પકાર મહિલાઓએ આ સાબિત કરી દીધું કે, પરાલી સમસ્યા નહિ, પણ સમાધાન છે. તેને બાળો નહિ, પરંતુ ઉપયોગ કરો. તેનો પ્રયોગ કરો. પરાલીથી બનેલા બહુ જ સુંદર અને આકર્ષક સામાન મેળામાં પહોંચી રહ્યાં છે. જે પર્યટકોને પણ ગમી રહ્યાં છે. આ મેળામાં પરાલી ન બાળવા માટેનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. 

કેન્દ્ર સરકારે રાશન કાર્ડ મામલે મોટો નિર્ણય લીધો, 1 જૂનથી આખા દેશમાં થઈ જશે લાગુ 

ગત અનેક વર્ષોથી દિલ્હી એનસીઆર અને હરિયાણાનો ઘણો મોટો વિસ્તાર પરાલી બાળવાને કારણે થતા પ્રદૂષણથી ત્રસ્ત હતો. અત્યાર સુધી લોકોને આ પ્રયોગ કરવાનો કોઈ રસ્તો મળી રહ્યો ન હતો. જોકે, સરકારે પરાલીખ ખરીદવાનું અભિયાન ચલાવ્યું હતું, પરંતુ તેના બાદ પણ લોકો ખેતરમાં પરાલી બાળતા હતા. જેનાથી લાખો લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ સૂરજકુંડ મેળામાં પહેલીવાર આ તસવીરોને જોઈને લોકો આશ્ચર્યચકિત રહી ગયા. કારણ કે, અત્યાર સુધઈ જોવામાં આવ્યું અને સાંભળ્યું પણ હતું કે પરાલી માત્ર સમસ્યા છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આવેલા શિલ્પકારોએ આ સમસ્યાનું બહુ જ સારી રીતે સમાધાનમાં બદલી દીધું.

નિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરવાની પટિયાલા હાઉસ કોર્ટની સ્પષ્ટ ના, દોષિતો પાસે હજી પણ છે સમય

पराली जलाने से मिलेगी निजात, जानिए कहां मिल रहा है पराली से बना सामान

જમ્મુ-કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં પહેલીવાર મેળામાં પહોંચેલા લોકોએ જણાવ્યું કે, તેમના વિસ્તારની મહિલાઓ આ હુન્નર જાણે છે કે, જેનો પ્રયોગ તેમણે પરાલી પર કર્યો છે. પરાલીથી મહિલાઓ ઘરેલુ ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના સામાન બનાવીને તૈયાર કરી છે. આ વસ્તુઓ કાશ્મીર જતા મુસાફરોને જોરદાર પસંદ આવી રહ્યાં છે. હવે ગ્રામીણ મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. તેની સાથે સાથે જ મેક ઈન ઈન્ડિયા અને મેડ ઈન ઈન્ડિયાનું સપનુ પણ પૂરુ થઈ રહ્યું છે. બસ હવે તેઓને આશા છે કે, જમ્મુ કાશ્મીર સરકાર અને હરિયાણા સરકાર આ કલાને મોટા પાયા પર લઈ જાય. તેમજ ગામ ગામમાં જઈને મહિલાઓને આ પ્રકારનું હુન્નર શીખવાડે. જે કામમાં આવે. 

તો મેળામાં ફરવા આવેલા ભાજપના વરિષ્ઠ પદાધિકારી સંદીપ જોશીએ કહ્યું કે, આવા કલાકાર દેશ નિર્માણમાં બહુ જ સહયોગ કરે છે. તેમની કલા બહુ જ પસંદ આવી છે. આ કલા તરફ હરિયાણાના મુખ્યમંત્રી પણ ધ્યાન આપી રહ્યાં છે, જેને હરિયાણામાં પણ જલ્દી જ લાગુ કરી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...