કોરોના વેક્સીન COVAXINની પ્રીક્લિનિકલ સ્ટડી પૂરી, હવે હ્યૂમન ટ્રાયલની થશે શરૂઆત


ICMRએ કહ્યું કે, જાહેર સ્વાસ્થ્ય હિતમાં અમારા માટે તે મહત્વપૂર્ણ છે કે એક સ્વદેશી વેક્સીનના પરીક્ષણોમાં તેજી લાવવામાં આવે. વેક્સીનને લઈને આઈસીએમઆરની પ્રક્રિયા વિશ્વ સ્તર પર સ્વીકૃત માપદંડો અનુસાર યોગ્ય છે.
 

 કોરોના વેક્સીન COVAXINની પ્રીક્લિનિકલ સ્ટડી પૂરી, હવે હ્યૂમન ટ્રાયલની થશે શરૂઆત

નવી દિલ્હીઃ કોરોનાની વેક્સી કોવૈક્સીન (COVAXIN) 15 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે. ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેલ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (IMCR) તરફથી આ વેક્સીનની લોન્ચિંગ સંભવ છે. વેક્સીનને લઈને આઈ icmrએ શનિવારે એક નિવેદન જારી કર્યું છે. આઈસીએમઆરનું કહેવું છે કે વેક્સીનની પ્રીક્લિનિકલ સ્ટડી સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. હવે હ્યૂમન ટ્રાયલના ફેઝ 1 અને 2ની શરૂઆત થવાની છે. 

ICMRએ કહ્યું કે, જાહેર સ્વાસ્થ્ય હિતમાં અમારા માટે તે મહત્વપૂર્ણ છે કે એક સ્વદેશી વેક્સીનના પરીક્ષણોમાં તેજી લાવવામાં આવે. વેક્સીનને લઈને આઈસીએમઆરની પ્રક્રિયા વિશ્વ સ્તર પર સ્વીકૃત માપદંડો અનુસાર યોગ્ય છે.

ICMRનું કહેવું છે કે અમારો ઉદ્દેશ્ય જલદીથી જલદી વેક્સીનના બધા તબક્કાને પૂરો કરવાનો છે, જેથી મોડુ કર્યાવગર જનસંખ્યા આધારિત પરીક્ષણોની શરૂઆત કરી શકાય. મહત્વનું છે કે હાલમાં કોવૈક્સીનને હ્યૂમન ટ્રાયલની મંજૂરી મળી છે. 

કોરોના ઇફેક્ટઃ કોલકત્તા એરપોર્ટે મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોથી ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ  

આઈસીએમઆર તરફથી જારી લેટર પ્રમાણે, 7 જુલાઈથી હ્યૂમન ટ્રાયલ માટે ઇનરોલમેન્ટ શરૂ થઈ જશે. ત્યારબાદ જો બધા ટ્રાયલ સારા રહે તો આશા છે કે 15 ઓગસ્ટ સુધી કોવૈક્સીનને લોન્ચ કરવામાં આવી શકે છે. સૌથી પહેલા ભારત બાયોટેલની વેક્સીન માર્કેટમાં આવી શકે છે. 

થોડા દિવસ પહેલા હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેણે કોવૈક્સીનના ફેઝ 1 અને 2ના હ્યૂમન ટ્રાયલ માટે ડીસીજીઆઈ પાસેથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. કંપનીએ પણ તે કહ્યું કે, ટ્રાયલનું કામ જુલાઈના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે. ભારત બાયોટેકને વેક્સીન બનાવવાનો જૂનો અનુભવ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news