ભારત-ચીન સરહદ પરથી આવ્યા સારા સમાચાર, ઢીલુ પડ્યું ચીનનું વલણ, પાછળ હટવા રાજી

6 નવેમ્બરે ચુશૂલમાં યોજાયેલી 8મી વાહિની કમાન્ડર સ્તરીય વાર્તા દરમિયાન બંન્ને દેશો વચ્ચે આ યોજના પર ચર્ચા થઈ હતી. વાર્તા દરમિયાન આવેલા ચીનના પ્રસ્તાવ પર ભારત વિચાર કરી રહ્યું છે.   

Updated By: Nov 11, 2020, 06:26 PM IST
ભારત-ચીન સરહદ પરથી આવ્યા સારા સમાચાર, ઢીલુ પડ્યું ચીનનું વલણ, પાછળ હટવા રાજી

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં જારી ભારત-ચીન સરહદ વિવાદ  (India-China Standoff)નો જલદી ઉકેલ આવી શકે છે. બંન્ને દેશોની સેનાઓમાં પૂર્વી લદ્દાખ (Eastern Ladakh) સેક્ટના કેટલાક ભાગ પરથી હટવાની સહમતિ બની છે. સમજુતી હેઠળ ચીની સેના પરત તે વિસ્તારમાં જવા માટે તૈયાર થઈ ગઈ છે, જ્યાં પર તે એપ્રિલ મહિનામાં હતી. 

ડિસ-એન્ગેજમેન્ટ પર સહમતિ
6 નવેમ્બરે ચુશૂલમાં યોજાયેલી 8મી વાહિની કમાન્ડર સ્તરીય વાર્તા દરમિયાન બંન્ને દેશો વચ્ચે આ યોજના પર ચર્ચા થઈ હતી. વાર્તા દરમિયાન આવેલા ચીનના પ્રસ્તાવ પર ભારત વિચાર કરી રહ્યું છે. બધુ બરાબર રહ્યું તો ત્રણ તબક્કામાં સેનાની વાપસી થશે. પહેલા ટેન્ક અને હથિયારબંધ ગાડીઓની વાપસી થશે. બીજા તબક્કામાં ફિંગર એસિયાથી ત્રણ દિવસમાં સૈનિક હટશે અને અંતમાં એલએસી પરથી સૈનિકો પાછળ હટશે. 

ચીન પર વિશ્વાસ કરવો સરળ નથી
6 નવેમ્બરે યોજાયેલી બેઠકમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ અને મિલિટ્રી ઓપરેશનના ડીજી ઉપસ્થિત રહ્યા. ભારત આ મામલામાં સંપૂર્ણ સાવચેતી સાથે આગળ વધી રહ્યું છે કારણ કે આ વર્ષે જૂનમાં થયેલ ગલવાન ઘાટી સંઘર્ષ બાદ ચીન પર વિશ્વાસ કરવો સરળ નથી. આ સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હરકતનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. ચીનના કમાન્ડિંગ અધિકારી સહિત ઘણા ચીની સેનાના જવાનના મોત થયા હતા. 

Arnab Goswamiને મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટે આ શરતો સાથે આપી રાહત

ભારતે લીધા મોટા નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશ્વસનીય ટીમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ જનરલ મનોજ મુકુંદ નરવણે અને એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ મામલામાં મોટા પગલા ભર્યા હતા. એલએસી પર પેન્ગોંગ ઝીલના દક્ષિણી અને ઉત્તરી કિનારા પર સૈન્ય શક્તિ વધારી. 

60,000 સૈનિકોની તૈનાતી
ચીની મોટા પાયે સૈનિકો તૈનાત કર્યા હતા. જવાબમાં ભારતે પણ 60 હજાર સૈનિકોની તૈનાતી કરી હતી. ભારતીય વાયુસેનાએ મોર્ચો સંભાળ્યો. લડાકૂ જેટ તૈનાત કર્યા જેથી આ વિસ્તારમાં દુશ્મનનું કોઈપણ વિમાન ઘુસી ન શકે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube