Arnab Goswamiને મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટે આ શરતો સાથે આપી રાહત


સુપ્રીમ કોર્ટે ઈન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક આત્મહત્યા મામલામાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપી દીધા છે. 
 

Arnab Goswamiને મળ્યા જામીન, સુપ્રીમ કોર્ટે આ શરતો સાથે આપી રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈન્ટીરિયર ડિઝાઇનવ અન્વય નાઇક આત્મહત્યા મામલામાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપ્યા છે. કોર્ટે 50 હજારના ખાનગી બોન્ડ પર અર્નબ ગોસ્વામીને છોડવાનો આદેશ આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર કરી ટિપ્પણી
રિપબ્લિક ટીવીના એડિટર-ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની વચગાળાની જામીન અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર કડક ટિપ્પણી કરતા કહ્યુ કે, જો રાજ્ય સરકાર કોઈને ટાર્ગેટ કરે છે તો તે ન્યાયનું ઉલ્લંઘન થશે. 

સ્વતંત્રતાની રક્ષા માટે સર્વોચ્ચ અદાલત
સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ, 'જો અમે એક બંધારણીય ન્યાયાલયના રૂપમાં વ્યક્તિગત સ્વતંત્રતાની રક્ષા નહીં કરીએ તો કોણ કરશે? જો રાજ્ય સરકાર કોઈને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરે છે, તો તેને ખ્યાલ હોવો જોઈએ કે નાગરિકોની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ અદાલત છે.'

બિહાર, પેટાચૂંટણી જીત... જ્યારે કેબિનેટની બેઠકમાં પણ બધા મંત્રી બોલ્યા 'મોદી મોદી

કેમ જેલમાં બંધ છે અર્નબ ગોસ્વામી
અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ઈન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની માતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે અર્નબને રાયગઢ જિલ્લામાં અલીબાગની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટે જામીન આપવાનો ઈનકાર કરતા તેને રાહત માટે સ્થાનીક કોર્ટમાં જવાનું કહ્યું હતું. અર્નબે બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન ઇનકાર કરવાના મુદ્દેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

5.4 કરોડ બાકી રકમ ન દેવાનો આરોપ
આત્મહત્યા કેસમાં અર્નબ ગોસ્વામી સિવાય ફિરોઝ મોહમ્મદ શેખ અને નિતેશ સારદા પણ આરોપી છે, જેની પોલીસે ધરપકડ કરી છે. અર્નબ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નિતેશ સારદા દ્વારા કથિત રીતે બાકી રકમ ન દેવા પર 53 વર્ષીય એક ઈન્ટીરિયર ડિઝાઇનર અને તેમના માતાના આત્મહત્યા કરવાના મામલાની સીઆઈડી દ્વારા પુનઃ તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલી સ્યુસાઇડ નોટમાં કહેવામા આવ્યું હતું કે આરોપીઓએ તેના 5.4 કરોડ બાકી નાણાની ચુકવણી કરી નથી, તેથી તેણે આપઘાત કરવો પડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news