આજે ફરી તુટ્યો નવા દર્દીઓનો રેકોર્ડ, દેશમાં કોરોના કેસ 46 લાખને પાર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિતોનો આંકડો દરરોજ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખના આંકડાને પાર કરી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 97,550 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં આવેલા નવા કેસના અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 24 કલાકમાં 1201 લોકોના મોત થયા છે.
આજે ફરી તુટ્યો નવા દર્દીઓનો રેકોર્ડ, દેશમાં કોરોના કેસ 46 લાખને પાર

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિતોનો આંકડો દરરોજ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખના આંકડાને પાર કરી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 97,550 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં આવેલા નવા કેસના અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 24 કલાકમાં 1201 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 46,59,984 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી 36,24,196 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 77,472 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. કોરોનાનો રિકવરી રેટ 77.77 ટકા છે.

તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસને લઇને દેશના પ્રથમ સીરો સર્વે (Sero Survey)ના આંકડા જાહેર કર્યા છે. Indian Council for Medical Research એટલે કે, ICMRના પ્રથમ રાષ્ટ્રીય સીરો સર્વે અનુસાર આ વર્ષે મે મહિનામાં દેશમાં 64 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

આ સર્વે સમગ્ર દેશમાં 11 મેથી 4 જૂન વચ્ચે કરવામાં આવ્યો હતો. 21 રાજ્યોના 70  જિલ્લામાં સર્વે કરવામાં આવ્યા, જેમાં 75 ટકા ગ્રામીણ ક્ષેત્ર હતા જ્યારે 25 ટકા શહેરી વિસ્તારમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. વાયરસના સંક્રમણનો દર જાણવા માટે 28 હજાર લોકોના બ્લડ સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news