Corona Update: દેશમાં કોરોનાના કેસ 9 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 28 હજાર કરતા વધુ દર્દીઓ
Trending Photos
નવી દિલ્હી: દેશમાં દિન પ્રતિદિન કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 28,498 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોવિડ-19ના કુલ કેસનો આંકડો 9 લાખને પાર કરી ગયો છે. દેશમાં કોરોનાના કુલ 9,06,752 થયા છે જેમાંથી 3,11,565 એક્ટિવ કેસ છે અને 5,71,460 લોકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 553 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. આ સાથે દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 23,727 થયો છે.
જો કે રાહતની વાત એ છે કે કોવિડ 19 દર્દીઓનો રિકવરી રેટ વધીને 63.02% થયો છે. સરકારના જણાવ્યાં મુજબ રિકવરી અને ડેથ રેશિયો હવે 96.01%:3.99% થયો છે.
The recovery rate among COVID-19 patients has increased to 63.02%. The recoveries/deaths ratio is 96.01%:3.99% now: Government of India https://t.co/O2YyMuLCwL
— ANI (@ANI) July 14, 2020
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં કોરોનાના કુલ 260924 કેસ નોંધાયા છે તથા 10482 લોકોના મૃત્યુ થયા છે. જો કે રાજ્યમાં હાલ 105935 એક્ટિવ કેસ છે જ્યારે 144507 લોકો સાજા થઈ ગયા છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 142798 કેસ જોવા મળ્યા છે. જેમાંથી 92567 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે અને 2032 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી છે જ્યાં કોરોનાના કુલ 113740કેસ જોવા મળ્યાં છે જ્યારે 3411 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દિલ્હીનાં હાલ કોરોનાના 19017 એક્ટિવ કેસ છે જ્યારે 91312 લોકો ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 902 કેસ નોંધાયા છે અને આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 42722 થઈ છે જ્યારે 2055 લોકોના મૃત્યુ થયા છે.
દુનિયાભરમાં કોરોનાના કુલ 1,32,40,427
દુનિયાભરમાં કોરોના વાયરસના કુલ 1,32,40,427 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. સૌથી વધુ અમેરિકામાં 34,79,483 કેસ જોવા મળ્યા છે જ્યારે ત્યારબાદ બ્રાઝિલમાં 18,87,959 કેસ અને ત્રીજા નંબરે ભારત આવે છે. જ્યાં કોરોના કેસ 9 લાખ ઉપર પહોંચ્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે