દુશ્મનોને મળશે વળતો જવાબ, નૌસેનાના બેડામાં સામેલ થઈ INS કવરત્તી

સેના પ્રમુખે કહ્યું કે,  યુદ્ધજહાજમાં 90 ટકા દેશી ઉપકરણ લગાવ્યા છે. આ યુદ્ધજહાજમાં એવા સેન્સર પણ લાગેલા છે જે સબમરીનની માહિતી મેળવાની સાથે-સાથે તેનો પીછો કરવામાં સક્ષમ છે અને સરળતાથી રડારની પકડમાં આવતી નથી.   

Updated By: Oct 22, 2020, 03:57 PM IST
દુશ્મનોને મળશે વળતો જવાબ, નૌસેનાના બેડામાં સામેલ થઈ INS કવરત્તી

નવી દિલ્હીઃ સમુદ્રા તરંગો પર રાજ કરવું છે તો સમુદ્રની ઉંડાઈનો અંદાજો હોવો જરૂરી છે અને જો દુશ્મનોને કાબુમાં રાખવા છે તો સમુદ્રની જેમ અપાર શક્તિનો અંદાજ હોવો જરૂરી છે. તેથી ભારતનું સ્વદેશી યુદ્ધજહાજ આીએનએસ કવરત્તી  (INS Kavaratti) જેને સમુદ્રનું બાહુબલી પણ કહી શકો છો, આજે ભારત નૌસેનામાં સામેલ થઈ ગયું છે.

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આઈએનએસ કરવત્તીને ભારતીય નૌસેનામાં સોંપતા કહ્યુ- એન્ટિ સબમરીન સિસ્ટમથી લેસ આ સ્વદેશી યુદ્ધજહાજ આઈએનએસ કરવત્તી ઘણી રીતે ખાસછે. આ એક સ્ટીલ્થ વાર શિપ છે. એટલે કે દુશ્મનના રડારની પકડમાં ન આવી શકે. તેની ડિઝાઇન ડાયરેક્ટરેટ ઓફ નેવલ ડિઝાઇને તૈયાર કરી હતી અને તેને કોલકત્તાના ગાર્ડન રિસર્ચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે તૈયાર કરી છે. 

બિહારના DyCM સુશીલ મોદી કોરોના પોઝિટિવ, પટણા AIIMS માં દાખલ 

આ ખાસ ફીચર્સથી છે લેસ
નરવણેએ આગળ જણાવ્યુ- યુદ્ધજહાજમાં 90 ટકા દેશી ઉપકરણ લગાવ્યા છે. આ યુદ્ધજહાજમાં એવા સેન્સર પણ લાગેલા છે જે સબમરીનની માહિતી મેળવાની સાથે-સાથે તેનો પીછો કરવામાં સક્ષમ છે અને સરળતાથી રડારની પકડમાં આવતી નથી. 

આ રીતે રાખવામાં આવ્યું INS કવરત્તી નામ
આઈએનએસ કવરત્તીનું નામ 1971મા બાંગ્લાદેશને પાકિસ્તાનથી મુક્તિ અપાવનાર અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવનાર યદ્ધજહાજ આીએનએસ કવરત્તીના નામ પર રાખવામાં આવ્યું છે. તેની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તેમાં 4બી ડીઝલ એન્જીન લાગેલું છે. તેનું વજન 3250 ટન છે. નૌસેનામાં તેને સામેલ કરવાથી નેવીની તાકાતમાં વધારો થશે કારણ કે આ પરમાણુ, રાસાયણિક અને જૈવિક હાલતમાં પણ કામ કરવામાં સક્ષમ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube