મધર્સ ડેના દિવસે ઈરોમ શર્મિલાને મળી બેવડી ખુશી, આપ્યો જોડીયા બાળકોને જન્મ
મણિપુરમાં સશસ્ત્ર દળો વિશેષ અધિકાર અધિનિયમનને દૂર કરવાની માગ સાથે ઈરોમ શર્મિલા 16 વર્ષ સુધી ભૂખ હડતાળ પર રહી હતી, હવે 46ની વયે તે બે જોડિયા બાળકીઓને જન્મ આપીને માતા બની છે
Trending Photos
બેંગલુરુઃ મધર્સ ડેના દિવસે આયરલ લેડી અને નાગરિક અધિકારો માટે લાંબી લડત લડરનારી ઈરોમ શર્મિલાને બેવડો આનંદ પ્રાપ્ત થયો છે. તેણે 46 વર્ષની વયે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં રવિવાર(12 મે)ના રોજ જોડીયા બાળકીને જન્મ આપ્યો છે. 'ક્લાઉડ નાઈન ગ્રૂપ ઓફ હોસ્પિટલ'ના ડોક્ટરોએ જણાવ્યું કે, બાળકીઓ અને માતા બંનેની તબિયત સારી છે. ડોક્ટર શ્રીપદા વિનેકરે જણાવ્યું કે, 'જોડિયા બાળકોને કારણે અમારે સી સેક્શન કરવું પડ્યું હતું. બાળકીઓ અત્યંત સુંદર અને સ્વસ્થ છે. શર્મિલા ગર્ભવતી બન્યા પછી સળંગ 9 મહિના સુધી હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ જ રહી હતી.'
હોસ્પિટલના નિર્દેશક નિતિન નાગે જણાવ્યું કે, પ્રથમ બાળકીનો જન્મ સવારે 9.21 કલાકે થયો અને તેનું વજન 2.15 કિગ્રામ છે. બીજી બાળકીનો જન્મ 9.22 કલાકે થયો અને તેનું વજન 2.14 કિગ્રા છે. માતા-પિતાએ બાળકીઓનું નામ શાખી અને ઓટમ તારા રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં શસસ્ત્ર દળો વિશેષ અધિકાર અધિનિયમને દૂર કરવાની માગ સાથે ઈરોમ શર્મિલા 16 વર્ષ સુધી ભૂખ હડતાળ પર રહી હતી. તેણે 2017માં તમિલનાડુના કોડાઈકેનાલમાં રહેતા ડેસમંડ એન્થોની બેલાર્નીન કોટિન્હો સાથે લગ્ન કર્યા હતા. શર્મિલાને મણિપુરની "આયર્ન લેડી" તરીકે ઓળખવામાં આવે છે.
તેણે 2016માં પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. મુખ્યમંત્રી ઓકરમ ઈબોબી સિંહ સામે 2017ની વિધાનસભા ચૂંટણી પણ તેણે લડી હતી. જોકે, તેનો પરાજય થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે