જમ્મુ કાશ્મીર : કૂપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક આતંકી ઠાર

કૂપવાડામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થતાં સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક આતંકી ઠાર કરાયો છે.

જમ્મુ કાશ્મીર : કૂપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક આતંકી ઠાર

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કૂપવાડા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલું છે. બપોરથી ચાલી રહેલી અથડામણમાં એક આતંકી ઠાર કરાયો છે. જોકે ઠાર કરાયેલા આતંકીની ઓળખ હજુ થઇ શકી નથી. 

સુરક્ષા બળોના જણાવ્યા અનુસારા અથડામણ ખતમ થયા બાદ ઠાર કરાયેલ આતંકીની લાશનો કબ્જો લઇ એની ઓળખ કરવામાં આવશે. જોકે હાલમાં હજુ સામસામે ફાયરિંગ ચાલી રહ્યું છે. 

સુરક્ષા બળોના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરૂવારે બપોરે સીઆરપીએફની 92મી બટાલિયન, જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમ અને રાષ્ટ્રીય રાઇફલ્સની 47મી બટાલિયનના કમાન્ડો કૂપવાડા જિલ્લાના હંદવાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા. દરમિયાન સુરક્ષાબળોએ આતંકીઓને ચોમેરથી ઘેરી લેતાં આતંકીઓ ગોળીબારી શરૂ કરી હતી. 

સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થતાં એક આતંકી ઠાર કરાયો હતો. જોકે હાલમાં ફાયરિંગ ચાલુ હોવાથી આતંકીની લાશ ત્યાં પડી છે અને એની ઓળખ બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news