ભારત-ચીન વચ્ચે વાતચીત પર આર્મીનું નિવેદન, કહ્યું- તણાવ ઓછો કરવા માટે બંન્ને પક્ષ ઈમાનદાર અને રચનાત્મક

India-China tension at LAC: એલએસી પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ ભારત-ચીન વચ્ચે કમાન્ડર લેવલની 7મા રાઉન્ડની વાતચીત પર સંતોષ વ્યક્ત કર્યો છે. સેનાએ કહ્યું કે, બંન્ને પક્ષ તણાવ ઓછો કરવા માટે ઈમાનદાર અને રચનાત્મક છે. 

 ભારત-ચીન વચ્ચે વાતચીત પર આર્મીનું નિવેદન, કહ્યું- તણાવ ઓછો કરવા માટે બંન્ને પક્ષ ઈમાનદાર અને રચનાત્મક

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચાલી રહેલ તણાવને ઓછો કરવા માટે સોમવારે ભારત અને ચીન વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તરની સાતમી વાતચીત થઈ હતી. ભારતીય સેનાએ આ વાતચીતને ઈમાનદાર, વ્યાપક અને રચનાત્મક ગણાવી છે. સેનાએ કહ્યું કે, ચર્ચા દરમિયાન બંન્ને દેશોમાં એકબીજાની સ્થિતિને લઈને આપસી સમજ વધી છે. 

ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું, '12 ઓક્ટોબરે ચુશુલમાં ભારત-ચીનના સીનિયર કમાન્ડરોની સાતમાં રાઉન્ડની બેઠક યોજાઇ. ભારત-ચીન સરહદ વિસ્તારના વેસ્ટર્ન સેક્ટરમાં એલએસી પર તણાવને ઓછો કરવા પ્રમાણે બંન્ને પક્ષોએ ઈમાનદાર, વ્યાપક અને રચનાત્મક ચર્ચા કરી છે.'

એક્ટિવ કેસ 9 લાખથી ઓછા, મૃત્યુદર 1.53 ટકા... ભારત જીતી રહ્યું છે કોરોના સામે જંગ  

ઈન્ડિયન આર્મીના પ્રવક્તાએ કહ્યું કે, ભારત-ચીન વાતચીતમાં તે વાત પર સહમતિ બની કે જલદીથી જલદી સૈનિકોને પાછળ હટાવવા માટે બંન્ને પક્ષોએ સ્વીકાર્ય સમાધાન કાઢવા માટે સંવાદ કરતા રહેવું પડશે. પ્રવક્તાએ કહ્યું કે, ભારત અને ચીન, સૈન્ય અને રાજદ્વારી માધ્યમથી સંવાદ અને સંપર્ક બનાવી રાખવા પર રાજી થયા છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, બંન્ને પક્ષોએ રચનાત્મક ચર્ચા કરી અને આ દરમિયાન એકબીજાની સ્થિતિ પ્રત્યે બંન્ને વચ્ચે સમજ વધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news