UP: હમીરપુરમાં STF સાથે અથડામણમાં વિકાસ દુબેના ખાસમખાસ સાથી અમર દુબેનો ખાતમો

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબે અને તેના સાથીઓને પકડવા માટે યુપી પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પોલીસે બુધવારે સવારે વિકાસ દુબેના ખાસ ગણાતા અમર દુબેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. હમીરપુરના મૌદાહામાં પોલીસ અને અમર દુબે વચ્ચે અથડામણ થઈ. જેમાં પોલીસે અમર દુબેને ઠાર કર્યો. 

Updated By: Jul 8, 2020, 10:38 AM IST
UP: હમીરપુરમાં STF સાથે અથડામણમાં વિકાસ દુબેના ખાસમખાસ સાથી અમર દુબેનો ખાતમો

કાનપુર: કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબે અને તેના સાથીઓને પકડવા માટે યુપી પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છેઆજે વહેલી સવારે ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એસટીએફ ઉત્તર પ્રદેશ અને સ્થાનિક પોલીસે એક અથડામણમાં વિકાસ દુબેના ખાસમખાસ સાથી અમર દુબેનો ખાતમો કર્યો છે. અમર દુબેને લાંબા સમયથી પોલીસ શોધતી હતી. વિકાસ દુબે સાથે અનેક અપરાધોમાં તે સામેલ હતો. કાનપુર અથડામણ બાદ અમર દુબે પણ ફરાર હતો. કાનપુરમાં પોલીસ પર હુમલો કર્યા બાદ અમરે વિકાસને ત્યાંથી ભાગવામાં મદદ કરી હતી. 

વિકાસ દુબે ફરીદાબાદમાં છૂપાયો છે?
કાનપુર એન્કાઉન્ટર (Kanpur Encounter)  કેસમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) ને શોધી રહેલી પોલીસને અત્યાર સુધીનો સૌથી મોટો ક્લુ મળ્યો છે. હિચકારી ઘટનાને અંજામ આપ્યા બાદ પહેલીવાર હરિયાણાના ફરિદાબાદ (Faridabad) ના બડખલ ચોક પર આવેલી શ્રી સાસારામ હોટલમાં હત્યારો હિસ્ટ્રીશીટર વિકાસ દુબે જોવા મળ્યો. હોટલના માલિકના જણાવ્યાં મુજબ તે વ્યક્તિ સાડા બાર વાગે શ્રી સાસારામ ગેસ્ટહાઉસમાં પોતાના એક સાથે સાથે આવ્યો હતો. તેણે પોતાનું નામ અંકુર જણાવ્યું હતું. થોડીવાર માટે રૂમ લેવાની વાત કરી અને ત્યારબાદ જ્યારે ઓળખ પત્ર માંગ્યું તો તેણે પોતાનું પાનકાર્ડ આપ્યું જે સ્પષ્ટ નહતું. કોઈ અન્ય ઓળખ પત્ર દેખડવાનું કહ્યું તો તે પોતાના સાથે સાથે પાછો જતો રહ્યો. વિકાસ દુબે હોટલમાં હોવાની પોલીસને જ્યારે બાતમી મળી તો પોલીસે હોટલ પર રેડ મારી તો ત્યારે વિકાસ દુબે તો ન મળ્યો પણ ફરીદાબાદ પોલીસે વિકાસ દુબેના બે સાથીને પકડ્યાં છે. દરોડા વખતે પોલીસના 30થઈ 35 જવાન અને અધિકારીઓ સામાન્ય પોષાકમાં હતાં. 

Kanpur Encounter: હરિયાણામા છૂપાયેલો છે વિકાસ દુબે?, પોલીસે હોટલ પર રેડ મારી 2 સાથીઓને દબોચ્યા

બે યુવકો કસ્ટડીમાં
પોલીસે રેડ મારી તે દરમિયાન વિકાસ દુબેના બે સાથીઓ પ્રભાત અને અંકુરની પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે વિકાસ ભાગી ગયો. આ બંનેની પૂછપરછ ચાલુ છે. 

ફરીદાબાદમાં સંબંધીના ત્યાં રોકાયો હતો વિકાસ
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિકાસ દુબે ફરીદાબાદમાં તેના કોઈ સંબંધીના ત્યાં રોકાયો હતો. યુપી પોલીસ આ મામલે હરિયાણા પોલીસના સંપર્કમાં છે અને હરિયાણામાં સર્ચ અભિયાન ઝડપી કરાયું છે. આ સાથે જ યુપી એસટીએફ ટીમની નજર મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ઉપર પણ છે. 

ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત તમામ 68 પોલીસર્મી લાઈન હાજર
કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસકર્મીઓની હત્યા બાદ સવાલના ઘેરામાં આવેલા ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત તમામ 68 પોલીસકર્મીઓને મંગળવાર રાતે લાઈનબદ્ધ હાજર કરાયા. આ ઉપરાંત આરોપોથી ઘેરાયેલા પોલીસ ડીસીપીની પણ ટ્રાન્સફર કરાઈ છે. 

પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 68 પોલીસકર્મીઓને લાઈન હાજર કરવાનું આ પગલું એટલા માટે લેવાયું કારણ કે બિકરુ કાંડ બાદ તેમની કર્તવ્યનિષ્ઠા શંકાના દાયરામાં આવી ગઈ હતી. 

તેમણે જણાવ્યું કે ગેંગસ્ટર વિકાસ દુબેને બચાવવામાં ચૌબેપુર પોલીસના સબ ઈન્સ્પેક્ટર વિનય તિવારી તથા અન્ય પોલીસકર્મીઓની સંડોવણીના આરોપ લાગ્યા બાદ તેની તપાસના આદેશ અપાયા હતાં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, અને કોન્સ્ટેબલ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો પક્ષ ખેંચી રહ્યાં હતાં. 

પ્રવક્તાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં તૈનાત તમામ 68 પોલીસકર્મીઓની લાઈનને હાજર કરાઈ છે અને તેમના વિરુદ્ધ વિસ્તૃત તપાસ ચાલુ છે. તેનો રિપોર્ટ આવ્યાં બાદ આગળની કાર્યવાહી થશે. 

IPS અનંત દેવની ટ્રાન્સફર
આ અગાઉ, રાજ્ય સરકારે દુબે સાથે સંબંધોનો આરોપ ઝેલી રહેલા કાનપૂરના પૂર્વ વરિષ્ઠ પોલીસ ઓફિસર અને એસએસપીઅનંત દેવની મંગળવારે મોટી રાતે બદલી કરી નાખી. 

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ દેવને પીએસી મુરાદાબાદમાં બદલી કરાઈ છે. તેઓ તે વખતે કાનપુરના એસએસપી હતાં, જ્યારે બિલ્હોરના પોલીસ ઓફિસર DySP દેવેન્દ્ર મિશ્રાએ તેમને ચૌબેપુર સ્ટેશન પ્રભારી વિનય તિવારી અને ગેંગેસ્ટર વિકાસ દુબેના નીકટના સંબંધ હોવાનો આરોપ લગાવતો એક કથિત પત્ર લખ્યો હતો. જો કે પોલીસે કહ્યું હતું કે આ પત્ર ક્યાંય પણ રેકોર્ડમાં નથી. 

અનંત દેવે કહ્યું હતું કે બિકરુ કાંડમાં માર્યા ગયેલા બિલ્હોરના પોલીસ અધિકારી DySP દેવેન્દ્ર મિશ્રા દ્વારા કથિત 14 માર્ચના રોજ લખાયેલા પત્રમાં કરાયેલી સહી મિશ્રાના હસ્તાક્ષર સાથે મેળ ખાતા નથી. આ સાથે જ તેમાં ન તો કોઈ તારીખ છે કે ન તો કોઈ સીરીયલ નંબર.

જુઓ LIVE TV

નોંધનીય છે કે બે-ત્રણ જુલાઈની રાતે ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી ટીમ પર બિકરુ ગામમાં પોલીસ ટીમ પર વિકાસ દુબેના સાથીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં DySP દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસકર્મી શહીદ થયા હતાં. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube