સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ

કર્ણાટક સંકટને લઇને બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેમાં ચિફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમના નિર્ણયમાં કહ્યું કે, કર્ણાટકમાં રાજીનામાં આપતા 15 ધારાસભ્યો સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે બંધાયેલા નથી

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ

નવી દિલ્હી: કર્ણાટક રાજકીય સંકટને લઇને બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમના નિર્ણયમાં કહ્યું કે, કર્ણાટકમાં રાજીનામાં આપતા 15 ધારાસભ્યો સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે બંધાયેલા નથી. તેમની ઇચ્છા હોય તો આવે. કોર્ટે એવું પણ કહ્યું કે, સ્પીકરને અધિકાર છે કે ધારાસભ્યોના રાજીનામાં પર કેટલા સમયમાં નિર્ણય લેવો છે. પરંતુ 15 બળવાખોર ધારાસભ્યોએ 18 જુલાઇએ યોજાતા શક્તિ પરિક્ષણમાં જોડાવવા દબાણ કરી શકાય નહીં.

આ મામલે બંધારણીય સવાલ પર કોર્ટે વધુમાં વિસ્તારમાં સુનાવણી કરવાની જરૂરીયાત દર્શાવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે સ્પીકરને અધિકાર આપતા કહ્યું કે, રાજીનામાં પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી નથી કરી પરંતુ સ્લાહ આપી છે કે, યોગ્ય સમય મર્યાદામાં સ્પીકરે ધારાસભ્યોના રાજીનામાં અંગે નિર્ણય લેવો જોઇએ.

બળવાખોર ધારાસભ્યોનો પક્ષ
આ પહેલા મંગળવારે જ્યારે કાર્યવાહી શરૂ થઈ તો બળવાખોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, ધારાસભ્યોને રાજીનામા આપવાનો મૌલિક અધિકાર છે. તેના પર રોક ન લગાવી શકાય. સંવિધાનિક વ્યવસ્થા અનુસાર, રાજીનામું તરત સ્વીકારવાનું રહેશે. જ્યા સુધી તેના પર નિર્ણય નથી લેવાતો ત્યાં સુધી તેમને ગૃહમાં હાજર થવાથી છૂટ આપવામાં આવે.

તેના પર ચિફ જસ્ટિસે બળવાખોર ધારાસભ્યના વકીલ મુકુલ રોહતગીની દલીલ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સ્પીકરને ના કહી શકે કે તેઓ ધારાસભ્યોના રાજીનામાં અથવા અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી કેવી રીતે કરે. કોર્ટ સ્પીકરને તેના માટે બાંધી શકે નહીં. આપણી સામે સવાલ માત્ર એટલો છે કે, શું કોઇ એવી બંધારાણીય જોગવાઇ છે કે, સ્પીકર અયોગ્ય ઠેરવવામાં આવેલી માગથી પહેલા રાજીનામાં પર નિર્ણ લેવા અથવા દેવા પર એક સાથે નિર્ણય લેશે.

સ્પીકરનો પક્ષ
તેના પર વિધાન સભા સ્પિકરની તરફથી દલીલ કરવામાં આવી હતી કે, અયોગ્ય અને રાજીનામાં પર નિર્ણયનો અધિરકાર સ્પીકરને છે. જ્યાં સુધી સ્પીકર તેમનો નિર્ણય ના આપે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ તેમાં હસ્તક્ષેપ નહીં કરે. વિધાનસભા સ્પીકરની તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, સ્પીકરને જે રાજીનામાં આપાવમાં આવ્યા છે, તે કાયદેસર નથી. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 15માંથી 11 બળવાખોર ધારાસભ્યોએ તેમના રાજીનામાં 11 જુલાઇના રોજ સ્પીકરને આપ્યા હતા. તમામ ધારાસભ્યો સામે અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી તેમના રાજીનામાં આપ્યા પહેલાથી જ કરવામાં આવી હતી. સ્પીકરની સામે તમામ ધારાસભ્ય 11 જુલાઇએ વ્યક્તિગત રીતથી હાજર થયા. તે પહેલા નહીં. 4 ધારાસભ્યતો આજ સુધી હાજર થયા નથી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news