J&K: અમિત શાહ બોલ્યા- આર્ટિકલ 370ની જોગવાઈ રદ્દ થયા બાદ કાશ્મીરમાં શાંતિ

Amit Shah on J&K: શાહે કહ્યુ કે, દેશે પાતિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા આતંકવાદનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનને 'ઘરમાં ઘુસીને મારવામાં આવ્યું.' શાહે કહ્યુ કે, કોઈને વિશ્વાસ નહોતો કે આર્ટિકલ 370 અને 35 એને હટાવી શકાય છે, પરંતુ પીએમ મોદીએ 2019માં આ કરી દેખાડ્યુ. 

Updated By: Dec 4, 2021, 04:16 PM IST
J&K: અમિત શાહ બોલ્યા- આર્ટિકલ 370ની જોગવાઈ રદ્દ થયા બાદ કાશ્મીરમાં શાંતિ

નવી દિલ્હીઃ Amit Shah on J&K: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, 2019માં આર્ટિકલ 370ની જોગવાઈઓને રદ્દ કર્યા બાદથી કાશ્મીરમાં શાંતિ છે, ત્યાં વ્યાવસાય માટે સારૂ રોકાણ થઈ રહ્યું છે અને પર્યટક આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની કમીનો સફળતાપૂર્વક સામનો કરવા માટે સંસાધનોનો યોગ્ય ઉપયોગ થાય તે નક્કી કર્યું હતું. 

દેશે પાકિસ્તાનને આપ્યો વળતો જવાબ- શાહ
શાહે કહ્યુ કે, દેશે પાતિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા આતંકવાદનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનને 'ઘરમાં ઘુસીને મારવામાં આવ્યું.' શાહે કહ્યુ કે, કોઈને વિશ્વાસ નહોતો કે આર્ટિકલ 370 અને 35 એને હટાવી શકાય છે, પરંતુ પીએમ મોદીએ 2019માં આ કરી દેખાડ્યુ. શાહે કહ્યુ- હું કહી શકુ છું કે હવે કાશ્મીરમાં શાંતિ છે, રોકાણ થઈ રહ્યું છે, પ્રવાસીઓ આવી રહ્યાં છે. ધીમે-ધીમે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને તે દેશની સાથે એક થઈને ઉભુ છે. 

તેમણે કહ્યું કે, મોદી સરકારે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા તે સ્પષ્ટ કરી દીધુ કે ભારતીય સરહદમાં ઘુસવુ સરળ નથી. શાહે કહ્યુ કે, અત્યાર સુધી આ કામ કરવા માટે ઇઝરાયલ અને અમેરિકાનું નામ લેવાનું હતું, પરંતુ હવે ભારત આ યાદીમાં સામેલ થઈ ગયું છે. તેમણે કહ્યું- અમે બધાની સાથે શાંતિ ઈચ્છીએ છીએ... આપણી સરહદોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે આ સંદર્ભમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું- તેના કારણે ભારતને હવે દુનિયાભરમાં એક અલગ પ્રકારની સ્વીકાર્યતા મળી છે. 

આ પણ વાંચોઃ રાકેશ ટિકૈતે સરકાર સમક્ષ મૂકી આ 3 માંગ, કહ્યું- તેના વગર પાછા નહીં હટીએ...

ભારતીય અર્થવ્યવસ્થા હવે દુનિયામાં સૌથી ઝડપી વધી રહી છેઃ શાહ
કોવિડ-19 વિશે હાલના પડકારો પર કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદીની પ્રભાવી નીતિઓને કારણે મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને તત્કાલ પાટા પર લાવવામાં સફળતા મળી છે. શાહે કહ્યુ- ભારતીય અર્થવ્યવસ્થા હવે દુનિયામાં સૌથી તેજી સાથે આગળ વધી રહી છે. 

મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા શાહે કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે ભારતની સુરક્ષા નીતિ તેની વિદેશ નીતિના પડછાયામાંથી બહાર આવી છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સત્તામાં આવી તે પહેલાના 10 વર્ષોમાં દેશમાં 'પોલીસી પેરાલિસીસ'ની સ્થિતિ હતી, પીએમ કાર્યાલયની કોઈ ભૂમિકા ન હતી અને વિશ્વમાં ભારતનું સન્માન ઘટી ગયું હતું. શાહે કહ્યું, "અમને 2014 માં રાજકીય સ્થિરતા મળી કારણ કે તે પહેલા, દેશમાં ગઠબંધન સરકારોનો સમયગાળો હતો."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube