Kisan Mahapanchayat : કિસાનો પર અંગ્રેજોથી પણ વધુ દમન કરી રહી છે મોદી સરકારઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, કિસાનો પર લાકડી વરસાવવામાં આવી રહી છે, ખિલ્લા ઠોકવામાં આવી રહ્યાં છે. આમ તો અંગ્રેજોએ આપણા કિસાનો પર આટલા જુલ્મ કર્યા નથી, ભાજપે તો અંગ્રેજોને પાછળ છોડી દીદા છે. હવે તે આપણા કિસાનો પર ખોટા કેસ કરી રહી છે.
Trending Photos
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) માં પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) એ મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ત્રણેય કૃષિ કાયદાને ડેથ વોરંટ ગણાવ્યા. કેજરીવાલે કહ્યુ કે, પીએમ મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદાને પાસ કરાવ્યા છે. આ કાયદાને કારણે તેમની ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેરઠની કિસાન મહાપંચાયતમાં કહ્યુ કે, કિસાન આંદોલન (Kisan andolan) માં 250 લોકો શહીદ થઈ ગયા છે. પણ સરકારને વાત સંભળાતી નથી. 70 વર્ષોથી બધી પાર્ટીઓએ કિસાનોને છેતર્યા છે. કેજરીવાલે કહ્યુ કે, કિસાન માત્ર પાકના યોગ્ય ભાવ માગી રહ્યા છે પરંતુ સરકાર માની રહી નથી. કોઈપણ સરકાર કિસાનોની વાત સાંભળતી નથી.
The entire Red Fort incident was planned by them. Many people told me that they were deliberately shown wrong path as they didn't know streets of Delhi. Those who hoisted flag were their (BJP) workers. Our farmers can be anything but anti-nationals: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/Wo2tbSeUoB
— ANI UP (@ANINewsUP) February 28, 2021
ભાજપે તો અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા
અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. કહ્યુ કે, આ ત્રણેય કાયદા કિસાનો માટે ડેથ વોરંટ છે. આમ તો દરેક કિસાન મજૂર બની જશે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, કિસાનો પર લાકડી વરસાવવામાં આવી રહી છે, ખિલ્લા ઠોકવામાં આવી રહ્યાં છે. આમ તો અંગ્રેજોએ આપણા કિસાનો પર આટલા જુલ્મ કર્યા નથી, ભાજપે તો અંગ્રેજોને પાછળ છોડી દીદા છે. હવે તે આપણા કિસાનો પર ખોટા કેસ કરી રહી છે.
પોતાના ખેતરમાં મજૂર થઈ જશે કિસાન
કેજરીવાલે કહ્યુ કે, છેલ્લા 25 વર્ષમાં સાડા ત્રણ લાખ કિસાન આત્મહત્યા કરી ચુક્યા છે. હવે કિસાન દિલ્હીની બોર્ડર પર શહીદી કેમ આપી રહ્યાં છે? કારણ કે તેની જિંદગી મોત પર આવી ગઈ છે. બધી ખેતી મૂડીપતિઓના હાથમાં જતી રહેશે અને કિસાન પોતાના ખેતરમાં મજૂર બની જશે.
સ્ટેડિયમને જેલ ન બનવા દીધુઃ કેજરીવાલ
કેજરીવાલે કહ્યુ- કેન્દ્ર સરકારે 9 સ્ટેડિયમને જેલ બનાવવા માટે પત્ર મોકલ્યો હતો, જેની ફાઇલ તેમણે મારી પાસે મોકલી. પરંતુ અમે ફાઇલ ક્લિયર ન કરી. જો અમે જેલ બનાવવા દેત તો કિસાનોને ત્યાં કેદ કરી લેવામાં આવત અને આંદોલન ખતમ થઈ જાત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે