MP: સપા-બસપા કિંગમેકર બનીને ઉભર્યા, GGP પણ ભાજપને નહીં આપે સમર્થન-સૂત્ર

મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે રીતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તે જોતા જણાય છે કે આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળશે નહીં. છેલ્લી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસ આગળ પાછળ જ છે. સ્પષ્ટ છે કે આવામાં સત્તાની ચાવી નાના પક્ષોના હાથમાં રહેશે. આવું એટલા માટે  કારણ કે બસપા ચાર બેઠકો પર આગળ છે. માયાવતીએ પોતાની લીડવાળા વિસ્તારોના ઉમેદવારોને દિલ્હી બોલાવ્યાં છે. 

Updated By: Dec 11, 2018, 02:29 PM IST
MP: સપા-બસપા કિંગમેકર બનીને ઉભર્યા, GGP પણ ભાજપને નહીં આપે સમર્થન-સૂત્ર

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે રીતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તે જોતા જણાય છે કે આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળશે નહીં. છેલ્લી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસ આગળ પાછળ જ છે. સ્પષ્ટ છે કે આવામાં સત્તાની ચાવી નાના પક્ષોના હાથમાં રહેશે. આવું એટલા માટે  કારણ કે બસપા ચાર બેઠકો પર આગળ છે. માયાવતીએ પોતાની લીડવાળા વિસ્તારોના ઉમેદવારોને દિલ્હી બોલાવ્યાં છે. 

LIVE વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 : Assembly Election Results 2018

સૂત્રોના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાને લઈને સપા-બસપાની વાતચીત ચાલુ છે. કહેવાય છે કે મધ્ય પ્રદેશને લઈને સપા અને બસપા એક સાથે નિર્ણય લેશે. મધ્ય પ્રદેશમાં બીએસપી 4, સપા એક અને ગોંડવાના ગણતંત્ર પાર્ટી (જીજીપી) 2 બેઠકો પર આગળ છે. મધ્ય પ્રદેશમાં સપા અને ગોંડવાના પાર્ટીનું ગઠબંધન છે. જો કે સૂત્રોનું એમ પણ કહેવું છે કે સપા બસપા અને જીજીપીએ ભાજપને સમર્થન આપવાની ના પાડી છે. 

ચૂંટણી પરિણામ: મધ્ય પ્રદેશમાં ટી 20 જેવી હાલત, કોણ જીતશે? છેલ્લી સીટ સુધી સસ્પેન્સ  

મધ્ય પ્રદેશમાં સપા અને ગોંડવાના પાર્ટીનું જો કે ચૂંટણી પહેલાથી ગઠબંધન થયું હતું. પરંતુ બાદમાં આ ગઠબંધન તૂટી ગયું હતું પરંતુ ચૂંટણી બાદ આ પક્ષો  કિંગમેકર બન્યા બાદ તેઓ સામૂહિક રીતે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં ફેસલો લેશે. જો કે સૂત્રોના હવાલે કહેવાય છે કે આ ત્રણેય પક્ષોએ કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. 

ચૂંટણી પરિણામ: મધુ કિશ્વરે કોંગ્રેસની જીત પર આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'આ પાકિસ્તાનની જીત'

આ બધા વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત કરી છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલ સાથે પણ ફોન પર વાત કરી છે. એક મોટા અહેવાલ એ પણ આવી રહ્યાં છે કે 16 ડિસેમ્બરે સિલીગુડીમાં પીએમ મોદીની એક રેલી થવાની હતી જે હાલ ટાળવામાં આવી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...