MiG-27એ ભરી છેલ્લી ઉડાણ, કારગિલ યુદ્ધમાં 'જાંબાઝ યોદ્ધા'એ PAKને હચમચાવી નાખ્યું હતું

કારગિલ યુદ્ધ (Kargil war) માં પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેનારા બહાદુર વિમાન મિગ-27 (MIG 27) ને આજે ભારતીય વાયુસેનામાંથી વિદાય આપવામાં આવી.

MiG-27એ ભરી છેલ્લી ઉડાણ, કારગિલ યુદ્ધમાં 'જાંબાઝ યોદ્ધા'એ PAKને હચમચાવી નાખ્યું હતું

નવી દિલ્હી: કારગિલ યુદ્ધ (Kargil war) માં પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેનારા બહાદુર વિમાન મિગ-27 (MIG 27) ને આજે ભારતીય વાયુસેનામાંથી વિદાય આપવામાં આવી. જોધપુર એરબેઝ પર આજે સવારે એક સમારોહમાં ફાઈટર વિમાન મિગ-27 (MIG 27) ની એક માત્ર સ્ક્વોડ્રન સ્કોર્પિયોના તમામ ફાઈટર જેટે એક સાથે છેલ્લી ઉડાણ ભરી. ઉડાણ ગ્રુપના કેપ્ટન રાવના નેતૃત્વમાં થઈ. જેમાં 7 મિગ 27 વિમાને અંતિમ ફ્લાયપાસ્ટ કરી. આ મિગ 27 38 વર્ષસુધી દેશની સેવામાં ખડેપગે રહ્યાં. 

— ANI (@ANI) December 27, 2019

છેલ્લી ઉડાણ ભર્યા બાદ તમામ વિમાન ફેઝ આઉટ થઈ જશે. આ સાથે જ ભારતીય વાયુસેના જ નહીં પરંતુ દુનિયાભરમાં મિગ 27 (MIG 27) વિમાન એક ઈતિહાસ બની જશે. રક્ષા પ્રવક્તા સોમવિત ઘોષે જણાવ્યું કે મિગ 27ની દુનિયાભરમાં છેલ્લી સ્ક્વોડ્રન જોધપુરમાં કાર્યરત હતી. આ અગાઉ હાસીમારા એરવેઝ પશ્ચિમ બંગાળથી મિગ 27 (MIG 27)ની 2 સ્ક્વોડ્રન રિટાયર થઈ ગઈ છે. છેલ્લે ફક્ત 7 મિગ 27 બચ્યા હતાં. 

જુઓ LIVE TV

મિગ 27એ 199ના કારગિલ યુદ્ધ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમના પરાક્રમના કારણે જ ભારતીય વાયુસેનામાં મિગ 27 પરાક્રમના નામે ઓળખાતા હતાં. ભારતીય વાયુસેનામાં તેમને ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે અને સોવિયેત રશિયાથી મિગ શ્રેણીના વિમાન ખરીદાતા હતાં. ત્યારે 1981માં પહેલીવાર તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરાયા હતાં. તે સમયના સૌથી શ્રેષ્ઠ ફાઈટર વિમાનો હતાં. છેલ્લા 38 વર્ષ કરતા પણ વધુ સમયતી તેઓ સેવામાં રહેલા ફાઈટર જેટને હવાથી જમીન પર હુમલો કરવા માટે ઉત્તમ વિમાન ગણવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news