આજે ફરીથી PM મોદી અને શી જિનપિંગ થશે આમને સામને 

લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આમને સામને થશે.

આજે ફરીથી PM મોદી અને શી જિનપિંગ થશે આમને સામને 

નવી દિલ્હી: લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આમને સામને થશે. પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત આજે બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં થશે. આ બેઠક ડિજિટલ માધ્યમથી થશે. 

આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં પીએમ મોદી અને જિનપિંગ ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારો(Jair Bolsonaro) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ સામેલ થશે. આ સંમેલનમાં પરસ્પર સહયોગ, આતંકવાદ, વેપાર, સ્વાસ્થ્ય, ઉર્જાની સાથી કોરોના મહામારીના કારણે થયેલા નુકસાનની ભરપાઈના ઉપાયો જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે. 

ગત અઠવાડિયે પણ થઈ હતી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની 8 દિવસની અંદર આ બીજી મુલાકાત છે. આ અગાઉ ગત અઠવાડિયે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં પણ બંને સામેલ થયા હતા અને ડિજિટલ માધ્યમથી આમને સામને થયા હતા. 

શું છે બ્રિક્સ અને કોણ છે તેના સભ્ય દેશો
બ્રિક્સ એક પ્રભાવશાળી સંગઠન ગણાય છે. જે વિશ્વની કુલ વસ્તીના અડધા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં બ્રાઝિલ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. બ્રિક્સ દેશોની જોઈન્ટ GDP 16.6 ટ્રિલિયન અમેરિકી ડોલર છે. 

ભારત કરશે આગામી સંમેલનની મેજબાની
વિદેશ મંત્રાલયના એક નિવેદન મુજબ રાષ્ટ્રપતિ પુતિનના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાની મેજબાનીમાં થઈ રહેલા બ્રિક્સ દેશોના 12મા શિખર સંમેલનમાં સામેલ થશે. મંત્રાલયે જણાવ્યું કે, 'બેઠકમાં આગામી બ્રિક્સ શિખર સંમેલન માટે ભારતને અધ્યક્ષતા સોંપવામાં આવશે. ભારત 2021માં થનારા 13મા બ્રિક્સ દેશોના સંમેલનની મેજબાની કરશે. આ અગાઉ ભારતે 2012 અને 2016માં બ્રિક્સ દેશોના શિખર સંમેલનની અધ્યક્ષતા કરી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news