નિર્ભયા કેસઃ દોષી વિનય શર્માની અરજી રદ્દ, કોર્ટે કહ્યું- તેને સારવારની જરૂર નથી

નિર્ભયા કેસમાં દોષી વિયન શર્માની સારવારની અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે.   

Updated By: Feb 22, 2020, 05:41 PM IST
નિર્ભયા કેસઃ દોષી વિનય શર્માની અરજી રદ્દ, કોર્ટે કહ્યું- તેને સારવારની જરૂર નથી

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષી વિનય શર્માની સારવારની અરજીને પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, તિહાડ જેલ પ્રશાસન પ્રમાણે વિનયના મગજની સ્થિતિ સ્વસ્થ છે અને તેને સારવારની જરૂર નથી. 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજધાનીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર 2012ની રાત્રે 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થિની નિર્ભયાની સાથે ચાલું બલમાં સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ધ્રુણાષ્પદ ઘટના બાદ પીડિતાને સારવાર માટે સિંગાપુર લઈ જવામાં આવી હતી જ્યાં તેનું નિધન થયું હતું. 

આ મામલામાં દિલ્હી પોલીસે બસ ચાલક સહિત છ લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી એક સગીર હતો. આ મમલામાં સગીરને ત્રણ વર્ષ સુધી સુધાર ગ્રુપમાં રાખ્યા બાદ તેને છોડી જેવામાં આવ્યો હતો. જ્યારે એક આરોપી રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. 

ફાસ્ટ ટ્રેક કોર્ટે આ મામલામાં ચાર આરોપીઓ પવન, અક્ષય, વિનય અને મુકેશને દોષી ઠેરવતા ફાંસીની સજા સંભળાવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો. હવે દોષીતોને 3 માર્ચે ફાંસી આપવાની છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...