Bihar: બધાને ફ્રી કોરોના વેક્સિન, 20 લાખ નોકરી, ચૂંટણી વાયદાને કેબિનેટની મંજૂરી


નીતીશ સરકારની કેબિનેટની બેઠકમાં મંગળવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જે અંતર્ગત ચૂંટણી દરમિયાન ભાજપના બે મોટા વાયદાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેમાં ફ્રી કોરોના વેક્સિન અને 19 લાખ લોકોનો રોજગાર આપવાના મુદ્દા સામેલ છે. 
 

Bihar: બધાને ફ્રી કોરોના વેક્સિન, 20 લાખ નોકરી, ચૂંટણી વાયદાને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ બિહારમાં નીતીશ કુમાર સરકારની મંગળવારે બેકિનેટ બેઠક થઈ જેમાં ફ્રી કોરોના વાયરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ગઈ છે. બધા લોકોને ફ્રી કોરોના વાયરસની વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટને મંજૂરી આપી દીધી છે. 

કેબિનેટ બેઠક દરમિયાન આગામી 5 વર્ષમાં સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર બિહારના સાત નિશ્ચય પાર્ટ 2ને મંજૂરી મળી ગઈ છે. સાથે સાથે ભાજપના 19 લાખ રોજગારના વચનને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. 

કેબિનેટમાં તે નિર્ણય લેવામાં આવ્યો કે સરકારી અને બિન સરકારી ક્ષેત્રમાં રોજગારના 20 લાખ નવા અવસર ઉભા કરવામાં આવશે. આ સિવાય ભાજપના વધુ એક વચન બિહારના બધા લોકોને ફ્રીમાં કોરોના વાયરસ વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે. 

નીતીશ કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તે વાત નક્કી થઈ ગઈ છે કે દેશમાં જ્યારે પણ કોવિડ-19ની વેક્સિન આવશે તો બિહારના લોકોને રાજ્ય સરકાર ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. સાથે નીતીશ કુમારના સાત નિશ્ચય પાર્ટ 2 કાર્યક્રમને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. 

હકીકતમાં નીતીશ કુમાર કેબિનેટની બેઠકમાં મંગળવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જે અંતર્ગત ચૂંટણી દરમિયાન ભાજપના બે મોટા વાયદાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તેમાં ફ્રી કોરોના વેક્સિન અને 19 લાખ લોકોનો રોજગાર આપવાના મુદ્દા સામેલ છે. 

ભાજપે ચૂંટણીમાં વચન આપ્યું હતું કે જો તેની સરકાર બને છે તો તે બિહારમાં 19 લાખ રોજગારીની તક ઉભી કરશે. તેનાથી એક પગલું આગળ વધતા નીતીશ કેબિનેટે 20 લાખ રોજગારની તકો સરકારી અને બિન સરકારી ક્ષેત્રોમાં ઉભી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news