ઓગસ્ટ મહિનામાં 8 કોર સેક્ટરના વિકાસ દરમાં 0.5 ટકાનો ઘટાડો

સોમવારે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર કોર સેક્ટરના 8 મુખ્ય ઉદ્યોગોમાં કોલસા, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદન, ખાતર, લોખંડ, સિમેન્ટ અને વિજળીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 8 ઓગસ્ટમાં આ ક્ષેત્રોનું ઉત્પાદન વાર્ષિક આધારે 4.7 ટકા ઊંચું રહ્યું હતું. 

ઓગસ્ટ મહિનામાં 8 કોર સેક્ટરના વિકાસ દરમાં 0.5 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ઓગસ્ટ મહિનામાં 8 કોર સેક્ટરના વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં 8 ઉદ્યોગોમાં ઓગસ્ટ મહિનાનું ઉત્પાદન વાર્ષિક આધારે 0.5 ટકા નીચે રહ્યું છે. સોમવારના આંકડા અનુસાર એપ્રિલથી ઓગ્સટ સુધીના સમયગાળામાં પાયાના ઉદ્યોગોનો ઉત્પાદન વૃદ્ધિ દર 2.4 ટકા રહ્યો છે. ગત નાણાકિય વર્ષમાં આ જ સમયગાળામાં તેનો વૃદ્ધિ દર 5.7 ટકા હતો. આ છેલ્લા 45 મહિનાનો સૌથી નીચલો સ્તર છે. 

8 મુખ્ય ઉદ્યોગોમાં કોલસા, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદન, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વિજળીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 8 ઓગસ્ટમાં આ ક્ષેત્રોનું ઉત્પાદન વાર્ષિક આધારે 4.7 ટકા ઊંચું રહ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર ઓગસ્ટ 2019માં કોલસા(8.6 ટકા), ક્રૂડ ઓઈલ (5.4 ટકા), કુદરતી ગેસ (3.9 ટકા), સિમેન્ટ (4.9 ટકા) અને વિજળી ક્ષેત્રે(2.9 ટકા)નો ઘટાડો નોંધાયો છે. જોકે, સ્ટીલ અને ખાતરના ઉત્પાદનમાં અનુક્રમે 5 ટકા અને 2.9 ટકાનો વધારો જોવા મળ્યો છે.

8 કોર સેક્ટરનું 40 ટકા યોગદાન
કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી પ્રોડક્સ્ટસ, ખાતર, સિમેન્ટ, વિજળી અને સ્ટીલ દેશના 8 મુખ્ય કોર સેક્ટર છે. આ સેક્ટરનું દેશના ઔદ્યોગિક ઉત્પાદન ઈડેક્સમાં 40 ટકા યોગદાન છે. ઓગસ્ટ મહિનામાં વેચાણમાં 15 મહિનામાં સૌથી ધીમું ઉત્પાદન રહ્યું છે. જેની સીધી અસર રોજગાર પર પણ પડી છે. 

જુલાઈ મહિનામાં 8 કોર સેક્ટરનો વિકાસ દર 2.1 ટકા રહ્યો હતો. જુન મહિનામાં આ સેક્ટરનો વિકાસ દર 0.2 ટકા રહ્યો હતો. વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં આ 8 કોર સેક્ટરનો વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news