મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં રાજકીય સંકટ, CM ઉદ્ધવ ઠાકરે ચિંતામાં ડૂબ્યા, બધો મદાર ચૂંટણી પંચ પર
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વધતુ જાય છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એમએલસી નોમિનેટ કરવાનો નિર્ણય ટાળતા હવે આ મુદ્દો ચૂંટણી પંચના હવાલે કરી દીધો છે. રાજ્યપાલ કોશ્યારીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. તેમણે ચૂંટણી પંચને ભલામણ કરી છે કે તેઓ જલદી મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર કરે. હવે જો ચૂંટણી પંચ રાજ્યપાલની ભલામણ સ્વીકારી લે તો 28મી મે પહેલા ચૂંટણી થઈ શકે છે.
પોતાના પત્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને કહ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન દરમિયાન અનેક છૂટ અને ઉપાયોની જાહેરાત કરી છે. તો આવામાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણી કરાવવા સંબંધિત કેટલાક દિશા નિર્દેશો બહાર પાડી શકાય છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્ય વિધાનસભાના કોઈ પણ સદનના સભ્ય નથી અને તેમણે 27મી મે 2020 પહેલા પરિષદમાં ચૂંટાવવાની જરૂર છે તો આવામાં ચૂંટણી પંચ પોતાના તરફથી જલદી કોઈ નિર્ણય લે.
Maharashtra Governor BS Koshiyari requests the Election Commission of India to declare elections to 9 vacant seats of Maharashtra Legislative Council. pic.twitter.com/EmvNHQOawx
— ANI (@ANI) April 30, 2020
24 એપ્રિલના રોજ થવાની હતી ચૂંટણી
અત્રે જણાવવાનું કે અગાઉ યોજના મુજબ નવ બેઠકો માટે 24 એપ્રિલના રોજ ચૂંટણી થવાની હતી જેમાં ઉદ્ધવ ઠાકરે પણ ચૂંટણી લડવાના હતા. જો કે કોરોના વાયરસના પ્રકોપના કારણે ચૂંટણી પંચે ચૂંટણી સ્થગિત કરી. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઈચ્છતા હતાં કે રાજ્યપાલ પોતાના કોટાની ખાલી પડેલી બે બેઠકોમાંથી એક માટે તેમનું નામ નોમિનેટ કરે. આ માટે મહારાષ્ટ્ર કેબિનેટે બે વાર પ્રસ્તાવ પણ મોકલ્યો પણ રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નહીં.
જુઓ LIVE TV
28 નવેમ્બર 2019ના રોજ સીએમ બન્યા હતાં ઉદ્ધવ
અત્રે જણાવવાનું કે ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બર 2019ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતાં. બંધારણની કલમ 164 (4) મુજબ કોઈ પણ મંત્રીએ મુખ્યમંત્રી પદની શપથ લીધાના છ મહિનાની અંદર વિધાનસભા કે વિધાનસપરિષદના સભ્ય ચૂંટાઈ આવવું જરૂરી છે. ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડ્યા વગર જ સીધા મુખ્યમંત્રી બન્યા છે આથી તેમના પર આ નિયમ લાગુ થાય છે. જાન્યુઆરી 2020માં વિધાનસ પરિષદની બે ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી થઈ પણ ઉદ્ધવે તે લડી નહીં. 24 માર્ચના રોજ વિધાન પરિષદની ધુલે નાંદુરબાર સીટ પર પેટાચૂંટણી થવાની હતી. 24 એપ્રિલના રોજ વિધાન પરિષદની 9 વધુ બેઠકો ખાલી થઈ. આવામાં ઉદ્ધવ ઠાકરેએ આશા વ્યક્ત કરી હતી કે તેઓ આમાંથી એક બેઠક પર ચૂંટણી જીતી જશે અને મુખ્યમંત્રી બની રહેશે. આ બધા વચ્ચે કોરોના વાયરસે બધી ગણતરીઓ ઊંધી પાડી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે