Govt Job Notification: 'સરકાર વિરૂદ્ધ કર્યું વિરોધ-પ્રદર્શન તો નહી મળે નોકરી'
ડીજીપી એસકે સિંઘલ તરફ્થી જાહેર કરવામાં આવેલા આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારનું લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશન રિપોર્ટ લેવો જરૂરી છે.
Trending Photos
પટના: બિહારમાં જો તમે કોઇપણ માંગને લઇને પ્રદર્શન કર્યું તો પછી તમારા માટે મુસિબત બની શકે છે. નીતીશ કુમાર સરકારે મંગળવારે એક નવું ફરમાન જાહેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે જો રાજ્યમાં કોઇ પ્રદર્શન કરે છે તો પછી પોલીસ દ્રારા તેનું કેરેક્ટર સર્ટિફિકેટ ખરાબ કરવામાં આવશે.
ડીજીપી એસકે સિંઘલ તરફ્થી જાહેર કરવામાં આવેલા આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારનું લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશન રિપોર્ટ લેવો જરૂરી છે.
આ પત્રમાં ડીજીપી સિંઘલે કહ્યું કે જો કોઇ રાજ્યમાં પ્રદર્શન દરમિયાન ક્રાઇમ ઘટનાને અંજામ આપે છે અને આમ કરવા માટે જો પોલીસ દ્રારા તેને ચાર્જશીટ કરવામાં આવે છે તો તેના વિશે સંબંધિત વ્યક્તિના કેરેક્ટર વેરિફિકેશન રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ હોવો જોઇએ.
બિહાર પોલીસના નવા ફરમાન અનુસાર જોઇ કોઇ વ્યક્તિ કોઇ વિધિ વ્યવસ્થાની સ્થિતિ, વિરોધ પ્રદર્શન, ટ્રાફિક જામ વગેરે કેસમાં સંલિપ્ત થઇને કોઇ ક્રિમિનલ કૃત્યમાં સામેલ થાય છે અને તેને કાર્ય માટે પોલીસ દ્રારા પત્ર જાહેર કરવામાં આવે છે તો તેના સંબંધમાં કેરેક્ટર વેરિફિકેશન રિપોર્ટમાં વિશિષ્ટ તથા સ્પષ્ટ રૂપથી પ્રવિશિષ્ટિ કરવામાં આવે. એવા વ્યક્તિઓને ગંભીર પરિણામો માટે તૈયાર રહેવું જોઇએ.
तानाशाही CM @NitishKumar को बिहार में सजग, जागरूक और मुखर नागरिक नहीं चाहिए, सिर्फ गुलाम कठपुतली चाहिए!
न्यायालय को ऐसे मूल अधिकारों पर कुठाराघात करने वाले निर्देशों का स्वतः संज्ञान लेना चाहिए! https://t.co/CXcAKO9256
— Rashtriya Janata Dal (@RJDforIndia) February 2, 2021
40 સીટના મુખ્યમંત્રી કેટલા ડરેલા છે: તેજસ્વી
નીતીશ સરકારના આ તાજા ફરમાનને લઇને નેતા પ્રતિપ્રક્ષ તેજસ્વી યાદવે તેના પર હુમલો કર્યો છે અને કહેવામાં આવ્યું છે કે નીતીશ કુમાર પોતાના નિર્ણયો દ્રારા મુસોલિની અને હિટલરને પણ પડકાર ફેંકી રહ્યા છે.
આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું 'મુસોલિની અને હિટલરને પડકાર ફેંકી રહ્યા છે નીતીશ કુમાર કહે છે જો કોઇએ સત્તા વ્યવસ્થાના વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરી પોતાના લોકતાંત્રિક અધિકારનો પ્રયોગ કર્યો તો તમને નોકરી નહી મળે. એટલે કે નોકરી પણ નહી આપે અને વિરોધ પણ પ્રગટ નહી કરવા દે. બિચારા 40 સીટના મુખ્યમંત્રી કેટલા ડરેલા છે.
मुसोलिनी और हिटलर को चुनौती दे रहे नीतीश कुमार कहते है अगर किसी ने सत्ता व्यवस्था के विरुद्ध धरना-प्रदर्शन कर अपने लोकतांत्रिक अधिकार का प्रयोग किया तो आपको नौकरी नहीं मिलेगी। मतलब नौकरी भी नहीं देंगे और विरोध भी प्रकट नहीं करने देंगे
बेचारे 40सीट के मुख्यमंत्री कितने डर रहे है? pic.twitter.com/h0TDkuR5vP
— Tejashwi Yadav (@yadavtejashwi) February 2, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે