પીએમ મોદીએ રાજઘાટમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, 'ગંદકી ભારત છોડો' અભિયાનની કરી શરૂઆત

પીએમ મોદીએ કહ્યુ કે, આજથી 15 ઓગસ્ટ સુધી દેશમાં એક સપ્તાહ લાંબુ અભિયાન ચલાવો. ગંદકી ભારત છોડો સપ્તાહ છે. ઓફિસરોને આગ્રહ કર્યો કે, તે પોત-પોતાના વિસ્તારમાં કમ્યુનિટી ટોયલેટ બનાવવાનું અભિયાન ચલાવે. 

પીએમ મોદીએ રાજઘાટમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, 'ગંદકી ભારત છોડો' અભિયાનની કરી શરૂઆત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વચ્છ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજથી 15 ઓગસ્ટ સુધી દેશમાં એક સપ્તાહ લાંબુ અભિયાન ચલાવો. ગંદકી ભારત છોડો સપ્તાહ છે. ઓફિસરોને આગ્રહ કર્યો કે, તે પોત-પોતાના વિસ્તારમાં કમ્યુનિટી ટોયલેટ બનાવવાનું અભિયાન ચલાવે. 

પીએમ મોદીએ કહ્યુ- મારી સામે લઘુ ભારત છે
અલગ-અલગ રાજ્યો અને ત્યાંની વેશભૂષામાં તમારા બધા બાળકો સાથે વાત કરતા આજે હું હિન્દુસ્તાન સાથે વાત કરી રહ્યો છું. તમે બધા માસ્ક પહેરીને આવ્યા છો અને બે ગજની દૂરી પણ રાખી છે. તમે જે રીતે નિયમોનું પાલન કરી રહ્યાં છો તેનાથી મનને આનંદ મળી રહ્યો છે. કોરોના સામે લડવાનું આજ હથિયાર છે. આપણે બહાર નિકળવાનું છે અને કોરોનાથી બચવાનું છે. 

તેથી માસ્ક પહેરવાનું છે, બે ગજની દૂરી રાખવાની છે અને ગમે ત્યાં થૂકવાથી બચવાનું છે. 

— ANI (@ANI) August 8, 2020

પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો
- આપણા બાળ મિત્રો મોટો ફેરફાર સ્વચ્છતાના ક્ષેત્રમાં લાવી શકે છે. આ આખા આંદોલનમાં તમારા જેવા બાળ મિત્રો જ મારા સૌથી મોટા સાથી છો. બાળકોએ જાગરૂતતાની સાથે આ કામને કર્યું છે. પાછલા વર્ષે બધા ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. તમે જ મોટાને રસ્તો દેખાડી શકો છો સાફ-સફાઈનું ધ્યાન રાખો. 

- ગાંધીજીની આગેવાનીમાં આઝાદી માટે વિરાટ આંદોલન શરૂ થયું હતું. અંગ્રેજો ભારત છોડોનો નારો લાગ્યો હતો. આવા ઐતિહાસિક દિવસ પર રાજધાટની પાસે સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન ખુબ પ્રાસંગિક છે. આ બાપુ પ્રત્યે 130 કરોડ ભારતીયોની શ્રદ્ધાંજલિ છે. તેઓ સ્વરાજમાં સ્વચ્છતાને પણ જોતા હતા. સ્વચ્છતાના પ્રતિક બાપુના આગ્રહને સંપૂર્ણ રીતે સમર્પિત એક આધુનિક ઇમારતનું નામ હવે રાજધઘાટ સાથે પણ જોડાઇ રહ્યું છે. 

- જ્યારે હું આ કેન્દ્રની અંદર હતો તો કરોડો ભારતીયોના પ્રયાસનું સંકલન જોઈએ બધા સ્વચ્છતાગ્રાહિયોને નમન કરી રહ્યો હતો. 6 વર્ષ પહેલા શરૂ થયેલા મિશનના ચિત્ર સામે આવતા ગયા. મહત્વનું છે કે તેની જાહેરાત પ્રધાનમંત્રીએ 10 એપ્રિલ 2017ના મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહના શતાબ્દી સમારોહ દરમિયાન કરી હતી. પ્રધાનમંત્રીના ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી આપવામાં આવી. 

— ANI_HindiNews (@AHindinews) August 8, 2020

- અહીં સ્વચ્છતાગ્રહના આપણા પ્રયાસોને ટેક્નોલોજીના માધ્યમથી દેખાડવામાં આવ્યા છે. સ્વચ્છતા રોબોટ બાળકો માટે પ્રિય છે. સ્વચ્છતાના મૂલ્યો સાથે આ જોડાણ દેશ-દુનિયાથી આવનાર દરેક વ્યક્તિ અહીં વારંવાર આવવાનું પસંદ કરશે. ગાંધીજીના આદર્શોને અપનાવવા માટે આજે દુનિયા આગળ આવી રહી છે. 

- ગાંધીજીના પ્રિય ભજનને અનેક દેશોના ગાયકોએ મળીને ગાયું. ભારતીય ભાષાના આ ગીતને સુંદર રીતે ગાઇનો નવો રેકોર્ડ બનાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વિશેષ આયોજનથી લઈને મોટા-મોટા દેશમાં ગાંધીજીની શિક્ષાને યાદ કરવામાં આવી. 

- કોઈએ વિચાર્યું નહીં હોય કે એક ખુબ શક્તિશાળી સત્તા તંત્રથી મુક્તિનો માર્ગ સ્વચ્છતાથી પણ હોઈ શકે છે. ગાંધીજીએ તેને જનઆંદોલન બનાવી દીધું. તેઓ કહેતા હતા કે સ્વરાજ માત્ર સાહસી અને સ્વચ્છ જન જ લાવી શકે છે. ગંદકી ગરીબ પરિવારોને સૌથી વધુ નુકસાન કરે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news