માછલીનુ નામ ભુજીયા, દેડકાનું નામ પ્રશાંત.... વિચિત્ર નામથી માર્કેટમાં આવ્યા નવા પ્રાણી
Trending Photos
- ગત કેટલાક દાયકાઓમાં 1 લાખથી વધુ નવી પ્રજાતિઓની શોધ કરવામાં આવી.
- એક રિસર્ચરે પોતાની માતાના નામ પરથી નવા શોધાયેલા કીડાનું નામ પાડ્યું.
- હિમાચલ પ્રદેશની એક યુવતીએ પોતાના નામ પરથી સફેદ કીડાને નામ આપ્યું
ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં વર્ષ 2019માં પ્રાણીઓની નવી 364 પ્રજાતિઓની શોધ કરવામાં આવી છે. ઝુઓલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ZSI) એ તાજેતરમાં જ જાહેર કરેલ રિપોર્ટમાં આ માહિતી આપી છે. દેશની જૈવ વિવિધતા અને સમૃદ્ધિ આપનારી આ પ્રજાતિઓના નામકરણની પ્રક્રિયા તેમની શોધ કરતા પણ વધુ રસપ્રદ છે. નવા વિજ્ઞાનની આ પ્રજાતિઓને બહુ જ વિચિત્ર અને મજાકિયા નામ આપવામાં આવ્યા છે.
ઉદાહરણ તરીકે, કેરળના મલપ્પુરમમાં શોધવામાં આપેલ સાપના માથાવાળી એક માછલીનું નામ અત્યંત વિચિત્ર છે. જીવ વૈજ્ઞાનિકોએ આ માછલીને જેઆરઆર ટોલ્કિનની નોવેલ ‘લોર્ડ ઓફ રિંગ્સ’ (Lord of the Rings) પરથી ઉધાર લઈને ગોલમ (Gollum) નામ આપ્યું છે. તો અન્ય એક માછલીની નવી પ્રજાતિનું નામ વૈજ્ઞાનિકોએ ભુજીયા (Bhujia) રાખ્યું છે. કારણ કે તેની આકૃતિ ફેમસ ભારતીય નાસ્તા ભુજીયાની જેમ દેખાય છે. ભુજીયા અને ગોલમને આગળના રિસર્ચ માટે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં તેઓને રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મલાઇદાર Amulની સત્તા માટે બંને પક્ષો આક્રમક મોડમાં, તોડજોડ અટકાવવા 9 સભાસદોને છુપાવાયા
કેવી રીતે રખાય છે પ્રજાતિઓના નામ
ZSI ના ડાયરેક્ટર કૈલાશ ચંદ્રએ જણાવ્યું કે, ગત કેટલાક દાયકાઓમાં 1 લાખથી વધુ નવી પ્રજાતિઓની શોધ કરવામાં આવી છે. જ્યારે તેમના નામકરણની વાત આવે છે, તો વૈજ્ઞાનિક હંમેશા કોઈ જોક્સ પણ પ્રેરિત થઈ જાય છે. અથવા તો કોઈ હીરોને શ્રદ્ધાંજલિ આપીને તેમના નામ પર પ્રજાતિનું નામ રાખવામાં આવે છે. કોઈ મહત્વની ઘટના પર પણ પ્રજાતિઓના નામ રાખવામાં આવે છે. એટલુ જ નહિ, નાસ્તાના નામ પર તો અનેક પ્રજાતિઓના નામ પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાથી બચવા પીવાતા ઉકાળા માટે નેગેટિવ સમાચાર આવ્યા, તેનાથી છે કેન્સરનો ખતરો
દેડકાનું નામ પ્રશાંત
આવા જ એક કીડાનું નામ રિસર્ચર્સે એમ્ફીક્રોસસ કવિતાઓ (Amphicrossus kabitae) રાખ્યું છે. કહેવાય છે કે, જે રિસર્ચરે આ પ્રજાતિની શોધ કરી તેની માતાનું નામ કબિતા દાસગુપ્તા છે. આવી રીતે અનેક પ્રજાતિઓનું નામ તેમના રીત-રિવાજો કે પછી સ્થાનિક સંસ્કૃતિ અથવા તો માન્યતાઓના નામ પર રાખવામાં આવે છે. અરુણાચલ પ્રદેશના તવાંગ મોનેસ્ટ્રી વિસ્તારમાં એક કીડાની શોધ કરવામાં આવી, તો તેનુ નામ (Prashanta) રાખવામાં આવ્યું. એટલે કે, તેનો મતલબ શાંતિ અને કરુણા થાય છે. જે આ વિસ્તારના બૌદ્ધ લોકોની શાંતિ અને પ્રચલિત આસ્થાનું પ્રતિક છે.
આ પણ વાંચો : નોકરી માટે સોશિયલ મીડિયા પર ફાંફાં મારતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાં બન્યો
આવી જ રીતે, આસામના કછારમાં મળી આવેલ એક દેડકાનું નામ એશાની (Aishani) રાખવામાં આવ્યું છે. તમિલનાડુના કોડાઈકેનાલમાં એક ગરોળીની નવી પ્રજાતિ મળી આવી, તો તેનું નામ થોલપલ્લી (Tholpalli) રાખવામાં આવ્યું. થોલપલ્લી બે તમિલ શબ્દો થોલ અને પલ્લીનું મિશ્રણ છે. થોલનો મતલબ જૂનુ થાય છે અને પલ્લીનો અર્થ ગરોળી થાય છે. હિમાચલ પ્દેશમાં સતાક્ષી નામની વિદ્યાર્થીનીએ વોઈટફ્લાય પ્રજાતિના એક કીડાની શોધ કરી તો તેના નામ પરથી એક નવી પ્રજાતિનું નામકરણ કર્યું. સફેદ રંગના આ કીડા (બગ) નું નામ પીલિયસ સતાક્ષીઓ (Pealius satakshiae) રાખવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે