પુલવામા 18 કલાકથી ઘર્ષણ: 5 જવાન શહીદ, DIG, લેફ્ટિનેંટ, બ્રિગેડિયર ઘાયલ

પુલવામા હૂમલાનો માસ્ટર માઇન્ડ કામરાન સહિત 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જો કે ભારતીય સૈન્યએ પણ પોતાનાં 5 સપૂતો ગુમાવ્યા છે

Updated By: Feb 18, 2019, 09:46 PM IST
પુલવામા 18 કલાકથી ઘર્ષણ: 5 જવાન શહીદ, DIG, લેફ્ટિનેંટ, બ્રિગેડિયર ઘાયલ

શ્રીનગર: જમ્મુ - કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સોમવારે 16 કલાક ચાલેલા ઘર્ષણમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પાકિસ્તાન કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે જ્યારે સેનાનાં એક મજર સહિત ચાર જવાન અને એક પોલીસ કર્મચારી શહીદ થઇ ગયા હતા. તેમાં એખ નાગરિકનું પણ મોત નિપજ્યું હતું. આ ઘર્ષણમાં ઠાર મરાયેલા જૈશ આતંકવાદીઓમાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હૂમલા સાથે જોડાયેલુ એક આતંકવાદીનો સમાવેશ થાય છે જે આ આતંકવાદી સૂમહનો પાકિસ્તાની કમાન્ડર હતો. 

જમ્મુ-કાશ્મીરના પુલવામાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ઘર્ષણમાં પુલવામાં CRPF કાફલા પર આત્મઘાતી હૂમલાના માસ્ટરમાઇન્ડ ગાઝી રશીદ પણ ઠાર મરાયો છે. જો કે આ એન્કાઉન્ટર છેલ્લા 18 કલાકથી પણ વધારે સમયથી ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. કામરાન સહિત 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. 

 

હવે વાતોનો સમય વહી ચુક્યો છે હવે ભારતની કાર્યવાહી સમગ્ર વિશ્વ જોશે: PM મોદીનો હુંકાર

જો કે ભારતે પોતાનાં 5 જાંબાજ જવાનો ગુમાવવાનો વારો આવ્યો છે. શહીદ જવાનોમાં મેજર ડીએસ ઢોઢિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવારામ, સિપાહી અજય કુમાર, સિપાહી હરિ સિંહ અને સિપાહી ગુલઝાર અહેમદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક લેફ્ટિનેંટ કર્નલ, બ્રિગેડિયર સહિત 5 જવાન ઘાયલ પણ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 

10 લાખની ચોરીની પોલીસે ફરિયાદ નહી નોંધતા, MLA વિધાનસભામાં હિબકે ચડ્યા
DIG અમિત કુમાર ઘાયલ
એન્કાઉન્ટરમાં દક્ષિણ કાશ્મીર પોલીસનાં DIG અમિત કુમાર પણ ઘાયલ થયા છે. તેમનાં પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતી સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે. 
કુલભૂષણ જાધવ કેસ: પાક ICJનો પાક. પોતાના પ્રોપેગેંડા માટે ઉપયોગ કરે છે: ભારત
ત્રણ જવાન ઘાયલ
પુલવામા એન્કાઉન્ટર હજી પણ ચાલી રહ્યું છે. ઘર્ષણમાં બે જવાન અને એક લેફ્ટિનેંટ કર્નલ ઘાયલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે 4 જવાન શહીદ થયા હતા. જ્યારે પુલવામા હૂમલાનો માસ્ટર માઇન્ટ ગાઝી રાશિદને પણ સેનાએ ઠાર માર્યો છે. 

ગાઝીને ઠાર મરાયા બાદ સેના મિશન 60 પર, જૈશને કાશ્મીરમાંથી ઉખાડી ફેંકાશે. 
સોમવારે જેશ એ મોહમ્મદનાં કમાન્ડર ગાઝી રશીદને ઠાર મારવામાં આવ્યો, પરંતુ જો કે હજી લાંબી લડાઇ લડવાની બાકી છે. સુત્રોના અનુસાર ખીણમાં જૈશનાં આશરે 60 આતંકવાદીઓ એક્ટિવ છે.