કોરોના સંકટમાં આ IASએ રોજગારીની ઢગલો તકો સર્જી લોકોને અપાવ્યું કામ, પોતે પણ કરી લે છે ખેતીકામ
કોરોનાકાળ (Corona Crisis) માં એકબાજુ જ્યાં રોજગારીના વાંધા પડી ગયા છે ત્યાં બિહાર (Bihar) ના પૂર્ણિયા જિલ્લાના જિલ્લાધિકારી રાહુલ કુમાર (IAS Rahul Kumar) રોજગારને લઈને અનોખા પ્રયોગ કરી રહ્યાં છે. લોકોને ગામડાઓમાં કામ મળે છે. આ બધા વચ્ચે રાહુલ કુમાર પોતાના ખાસ અંદાજના કારણે લોકો વચ્ચે ખાસ્સા લોકપ્રિય બની રહ્યાં છે. કોરોનાકાળમાં મહામારીથી લોકોને બચાવવા માટે વ્યવસ્થા પણ કરી રહ્યાં છે. આ સાથે રોજગારી પણ સર્જી રહ્યાં છે. તેઓ ગામમાં જાય છે અને અનેકવાર ખેતરોમાં કામ કરવા પણ લાગી જાય છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાકાળ (Corona Crisis) માં એકબાજુ જ્યાં રોજગારીના વાંધા પડી ગયા છે ત્યાં બિહાર (Bihar) ના પૂર્ણિયા જિલ્લાના જિલ્લાધિકારી રાહુલ કુમાર (IAS Rahul Kumar) રોજગારને લઈને અનોખા પ્રયોગ કરી રહ્યાં છે. લોકોને ગામડાઓમાં કામ મળે છે. આ બધા વચ્ચે રાહુલ કુમાર પોતાના ખાસ અંદાજના કારણે લોકો વચ્ચે ખાસ્સા લોકપ્રિય બની રહ્યાં છે. કોરોનાકાળમાં મહામારીથી લોકોને બચાવવા માટે વ્યવસ્થા પણ કરી રહ્યાં છે. આ સાથે રોજગારી પણ સર્જી રહ્યાં છે. તેઓ ગામમાં જાય છે અને અનેકવાર ખેતરોમાં કામ કરવા પણ લાગી જાય છે.
રાહુલ કુમારે પોતાના જિલ્લામાં લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે એક અનોખી પહેલ કરી છે. તેમણે એક સાથે યોજનાઓની એક શ્રૃંખલા હેઠળ એક સાથે 4000 હજારથી વધુ યોજનાઓ પર કામ કરવાનું શરૂ કર્યું છે. અત્યારે જ્યારે દરેક જણ રોજગારને લઈને પરેશાન છે ત્યારે એક વિશેષ અભિયાન શરૂ કરીને ગામડે ગામડે રોજગારીની તકો સર્જાવવાથી લોકોમાં આશાનું કિરણ જોવા મળ્યું છે.
બિહારના કોઈ પણ જિલ્લામાં આ એક અનોખો પ્રયોગ છે. જ્યાં એક જ દિવસે જિલ્લાધિકારી હોય કે પછી અન્ય અધિકારી સીધા ગામમાં પહોંચ્યાં અને યોજનાઓની શરૂઆત કરી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં પંચાયત સરકાર ભવનના શિલાન્યાસથી લઈને સાત નિશ્ચય સંલગ્ન યોજનાઓને લીલી ઝંડી અપાઈ. પૂર્ણિયાના જિલ્લાધિકારી રાહુલ કુમાર પોતે રૂપૌલી ધમદાહા, ભવાનીપુર અને બનમનખીના ગ્રામીણ વિસ્તારોની મુલાકાતે ગયાં અને ત્યાં અનેક યોજનાઓનું ઉદ્ધાટન કર્યું.
જિલ્લાધિકારી રાહુલ કુમાર જણાવે છે કે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ પૂર્ણિયાના 246 પંચાયતોમાં 4604 યોજનાઓ પર કામ શરૂ કરાયું છે. આ ઉપરાંત જિલ્લાના ચનકા, ધૂસર ટીકાપટ્ટી, કુલ્લાખાસ, બિક્રમપુર અને બિયારપુર પંચાયતમાં પંચાયત સરકાર ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. તેમણે પ્રત્યેક પંચાયત ભવન માટે 12394 શ્રમ દિવસનું સર્જન કર્યું છે અને છ મહિનામાં તે તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે જણાવ્યું કે તમામ યોજનાઓ માટે અલગ અલગ સમયમર્યાદા બનાવવામાં આવી છે. જે હેઠળ કામ શરૂ કરાયુ છે.
આ અનોખી ડ્રાઈવમાં સોલિડ એન્ડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ (SLWM) હેઠળ પણ અનેક યોજનાઓ પર કામ શરૂ કરાયું છે. સ્વસ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને પંચાયત સ્તરે ઘરે ઘરે કચરાપેટી આપવાની શરૂઆત થઈ છે. જિલ્લાના રૂપૌલી પ્રખંડના કોયલી સિમડા પશ્ચિમ પંચાયતથી આ યોજનાની શરૂઆત કરાઈ. આ યોજના હેઠળ પંચાયત સ્તર પર ઓછામાં ઓછા 30 લોકોને રોજગાર મળશે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લઈને પાળતુ જાનવરો માટે કેટલ શેડ બનાવવાની વાત હોય કે પછી આંગનવાડી નિર્માણ કામ, આ તમામ યોજનાઓની શરૂઆત શરૂઆત કરાઈ. આ તમામનો લક્ષ્યાંક ગ્રામીણ સ્તર પર રોજગારી સર્જવાનો છે. આવા સમયે કે જ્યારે દરેક જણ પરેશાન છે, દરેક કોરોના મહામારીનો માર ઝેલી રહ્યાં છે, રોજગારીને લઈને છવાયેલા સંકટના વાદળો દૂર થવાનું નામ લેતા નથી બરાબર તે જ સમયે સ્પેશિયલ ડ્રાઈવથી લોકોને આશા જાગી છે. અધિકારી પણ માને છે કે ગામમાં રોજગારીની તકો સર્જવી એ સૌથી મોટો પડકાર છે. ભલે આ ડ્રાઈવમાં રાજ્ય સરકારની સામાન્ય યોજનાઓ જ છે પરંતુ એક સાથે તેમની શરૂઆત કરવાથી લોકોને કામ તો મળવા લાગ્યું છે.
જુઓ LIVE TV
જિલ્લાધિકારી રાહુલ કુમાર કહે છે કે પ્રતિદિન આ યોજનાઓનું રિપોર્ટિંગ થાય છે. તેમણે કહ્યું કે આ યોજનાઓના પંચાયતવાર પર્યવેક્ષણ માટે 60 અધિકારીઓની એક ટીમ તૈનાત કરાઈ છે. તેમણે કહ્યું કે આ યોજનાઓમાં પર્યાવરણ સંતુલનની પણ યોજનાઓ છે તો અનેક વિકાસ કાર્યક્રમની પણ યોજનાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે