Corona Update: દેશમાં રોજેરોજ ફૂટી રહ્યો છે 'કોરોના બોમ્બ', છેલ્લા 24 કલાકમાં 49 હજાર કરતા વધુ નવા દર્દીઓ

દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં સૌથી વધુ 49,310 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 740 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો  12,87,945  પર પહોંચ્યો છે. જેમાંથી 4,40,135 એક્ટિવ કેસ છે જ્યારે 8,17,209 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 30,601 લોકોના મૃત્યુ થયા છે. 

Corona Update: દેશમાં રોજેરોજ ફૂટી રહ્યો છે 'કોરોના બોમ્બ', છેલ્લા 24 કલાકમાં 49 હજાર કરતા વધુ નવા દર્દીઓ

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં સૌથી વધુ 49,310 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 740 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો  12,87,945  પર પહોંચ્યો છે. જેમાંથી 4,40,135 એક્ટિવ કેસ છે જ્યારે 8,17,209 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 30,601 લોકોના મૃત્યુ થયા છે. 

Total #COVID19 positive cases stand at 12,87,945 including 4,40,135 active cases, 8,17,209 cured/discharged/migrated & 30,601 deaths: Health Ministry pic.twitter.com/veE2V1JgH9

— ANI (@ANI) July 24, 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશમાં કુલ 3,52,801 સેમ્પલ્સ ટેસ્ટ કરાયા હતાં. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 1,54,28,170 સેમ્પિલ ટેસ્ટિંગ કરાયા છે. 

કોરોના સામે જંગ જીતી શકે છે ભારત-WHO
આ બાજુ વિશ્વ આરોગ્ય સંગંઠને મહામારી સામે મુકાબલો કરવા માટે ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. WHOએ કહ્યું કે અમેરિકા, બ્રાઝિલ અને ભારત કે જ્યાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થયો છે તેઓ હજુ પણ મહામારીને હરાવીને ટોચ પર પહોંચવાની ક્ષમતા ધરાવે છે. WHOના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો.માઈક રયાને કહ્યું કે 'ભારત, અમેરિકા અને બ્રાઝિલ શક્તિશાળી, સક્ષમ અને લોકતાંત્રિક દેશ છે. જેમની પાસે આ બીમારીને પહોંચી વળવા માટે જબરદસ્ત આંતરિક ક્ષમતા છે.'

Image

અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. બીજા નંબરે બ્રાઝિલ છે અને ત્યારબાદ ભારતનો નંબર આવે છે. રોયટર્સ ટેલી મુજબ અમેરિકામાં કોરોના વાયરસના કેસ ગુરુવારે 4 મિલિયન કરતા વધી ગયા છે. દર કલાકે સરેરાશ 2600 કરતા વધુ કેસ નોંધાય છે. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરના વિરુદ્ધની જંગમાં ભારતના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે વ્યાપક સ્તર પર ટેસ્ટિંગ મામલે અમેરિકા બાદ ભારતનો નંબર આવે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news