વસુંધરા સરકારની મોટી જાહેરાત, પેટ્રોલ-ડીઝલ પર 4% વેટ ઘટાડ્યું
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસ દ્વારા આહ્વાહીત ભારત બંધથી એક દિવસ પહેલા રાજસ્થાન સરકારે તેલ પર વેટ ઘટાડવા માટેનો નિર્ણય લીધો છે
Trending Photos
જયપુર : હાલ કોંગ્રેસ નીત પંજાબ અને કર્ણાટકની ગઠબંધન સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાનું વિચારી રહી હતી કે વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. ત્યારે વસુંધરા રાજે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 4 ટકાનો વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકારનાં આ નિર્ણયથી તેલનાં ભાવમાં 2 થી 2.50 રૂપિયા સુધી રાહત મળશે.
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારનાં હવાલાથી પણ સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા અંગે વિચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ પેટ્રોલ અને ડીઝલનાં કારણે ભાવના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે, જેનું તમામ વિપક્ષ દળોને સમર્થન કર્યું છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની હિમાચલ પ્રદેશ પ્રભારી રજની પાટિલે માહિતી આપી છે કે, પંજાબ અને કર્ણાટકમાં પેટ્રોલ- ડીઝલ ઝડપથી સસ્તું થઇ શકે છે. પાટિલે એક સવાલનાં જવાબમાં કહ્યું કે, કોંગ્રેસ શાસિત પંજાબ અને કર્ણાટકને મુખ્યમંત્રીઓને પેટ્રોલિયમ ઉત્પાદન પર મૂલ્ય વર્ધિત કર (વૈટ) ઘટાડવા માટે પહેલા જ કહેવામાં આવી ચુક્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે