શું તમે પહેરો છો N-95 માસ્ક? તો તમે કોરોનાના સૌથી મોટા ખતરામાં છો

 કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પત્ર લખને લોકોના છિદ્ર વાળા (Valved Respirators) એન-95 માસ્ક  (N-95 mask Latest News) પહેરવા વિરુદ્ધ ચેતવણી જારી કરી કહ્યું કે, તેનાથી વાયરસનો પ્રસાર નથી રોકાતો અને કોવિડ-19 મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાથી વિપરીત છે. 
 

શું તમે પહેરો છો N-95 માસ્ક? તો તમે કોરોનાના સૌથી મોટા ખતરામાં છો

નવી દિલ્હીઃ કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પત્ર લખને લોકોના છિદ્ર વાળા (Valved Respirators) એન-95 માસ્ક  (N-95 mask Latest News) પહેરવા વિરુદ્ધ ચેતવણી જારી કરી કહ્યું કે, તેનાથી વાયરસનો પ્રસાર નથી રોકાતો અને કોવિડ-19 મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાથી વિપરીત છે. 

કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડાયરેક્ટર જનરલ રાજીવ ગર્ગે સ્વાસ્થ્ય તથા ચિકિત્સા શિક્ષા મામલાના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું કે, સામે આવ્યું છે કે અધિકૃત આરોગ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો એન-95 માસ્કનો 'અયોગ્ય ઉપયોગ' કરી રહ્યાં છે, ખાસ કરીને તેમાં જેમાં છિદ્રયુક્ત શ્વસનયંત્ર લાગેલું છે. તેમણે કહ્યું, તમારા ધ્યાને લાવવામાં આવે છે કે છિદ્રયુક્ત શ્વસનયંત્ર લાગેલ એન-95 માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ભરવામાં આવેલા પગલાંથી વિપરીત છે કારણ કે તે વાયરસને માસ્કની બહાર આવવાથી ન રોકી શકે. તેને ધ્યાનમાં રાખીને તમને આગ્રહ કરુ છું કે બધા સંબંધિત લોકોને નિર્દેશ આપો કે ફેસ/માસ્ક કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના અયોગ્ય ઉપયોગને રોકો.

કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં  37,148 નવા કેસ, 587 મૃત્યુ, આ રાજ્યમાંથી આવ્યા રાહતના સમાચાર

કોરોનાથી બચવા માટે લોકો કરે છે એન-95 માસ્કનો ઉપયોગ
મહત્વનું છે કે લોકો મોટા પાયા પર N-95 માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે સરકારની આ ચેતવણી મહત્વની થઈ ગઈ છે. સરકારના આદેશ બાદ હવે છિદ્ર વગરના માસ્કનો ઉપયોગ વધી શકે છે. દેશમાં સાડા અગિયાર લાખ કોરોનાના કેસ થઈ ગયા છે, જ્યારે આ જીવલેણ બીમારીને કારણે 28 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. 

એપ્રિલમાં કેન્દ્રએ જારી કરી હતી એડવાઇઝરી
કેન્દ્રએ એપ્રિલમાં એડવાઇઝરી જારી કરીને કહ્યું હતું કેસ લોકો ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરે અને તેના મોઢા અને નાકને ઢાંકે. કેન્દ્રની સલાહમાં કહેવામાં આવ્યું હતું કે, આવા માસ્કને દરરોજ ધોવા પડશે. આ સિવાય કોટનના કપડાનો પણ ઉપયોગ કરી શકાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news