ચીનને મોટો ઝટકો, રાજનાથ સિંહે SCOની બેઠકમાં ચીની રક્ષામંત્રીને મળવાની ના પાડી
રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે આજે રશિયા રવાના થઈ ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહનો ચીની સમકક્ષ સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીની રક્ષામંત્રી સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી.
Trending Photos
નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે આજે રશિયા (Russia) રવાના થઈ ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહનો ચીની સમકક્ષ સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીની રક્ષામંત્રી સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી.
ચીન (China) સાથે તણાવ વચ્ચે રક્ષામંત્રી SCOના રક્ષામંત્રીઓના સંમેલનમાં સામેલ થવા માટે મોસ્કો રવાના થઈ ગયા છે. પેન્ગોંગ લેક પર થયેલા તાજા વિવાદ બાદ ભારત અને ચીનના અધિકારીઓની એક બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભારત (India) નું પ્રતિનિધિત્વ સેનાના બ્રિગેડ કમાન્ડર કરશે. મંગળવારે પણ બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. અત્રે જણાવવાનું કે ચીનની સેનાએ 29-30 ઓગસ્ટની રાતે પેન્ગોંગ ઝીલના દક્ષિણ વિસ્તારમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ આ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
રક્ષામંત્રી રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે સંગઠનના બે મુખ્ય સભ્ય ભારત અને ચીન વચ્ચે સરહદે ગતિરોધ છે. અધિકારીઓએ જણાવ્યું કે ચાર સપ્ટેમ્બરે થનારી એસસીઓની રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત સિંહ પોતાના રશિયા સમકક્ષ સર્ગેઈ શોઈગૂ અને અન્ય ટોચના સૈન્ય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વધારવાને લઈને વાતચીત કરશે.
પાકિસ્તાનના રક્ષામંત્રી પણ લેશે ભાગ
બેઠકમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઈ ફંઘે અને પાકિસ્તાનના રક્ષામંત્રી પરવેઝ ખટક પણ ભાગ લઈ રહ્યાં છે. રક્ષામંત્રીની આ બેઠક રશિયામાં બહુપક્ષીય યુદ્ધાભ્યાસમાં ભારતના પાછળ હટી જવાના ગણતરીના દિવસો બાદ થઈ રહી છે. જેમાં ચીની અને પાકિસ્તાની સૈનિકો પણ ભાગ લેવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે