RSSના વરિષ્ઠ સ્વયંસેવક એમજી વૈદ્યનું 97 વર્ષની વયે નિધન, પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

એમજી વૈદ્યનું 97 વર્ષની ઉંમરના નાગપુરના સ્પંદન હોસ્પિટલમાં આજે નિધન થયુ છે. એમજી વૈદ્યે બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. 

RSSના વરિષ્ઠ સ્વયંસેવક એમજી વૈદ્યનું 97 વર્ષની વયે નિધન, પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ સ્વયંસેવક એમજી વૈદ્યનું શુક્રવારે નિધન થયુ છે. એમજી વૈદ્યનું 97 વર્ષની ઉંમરના નાગપુરના સ્પંદન હોસ્પિટલમાં આજે નિધન થયુ છે. એમજી વૈદ્યે બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. તબીયત બગડવા પર એમજી વૈદ્યને થોડા દિવસ પહેલા નાગપુરની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

જાણકારી પ્રમાણે એમજી વૈદ્યના અંતિમ સંસ્કાર 20 ડિસેમ્બરે અંબાઝરી ઘાટ પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વૈદ્યનું પૂરુ નામ માધવ ગોપાલ વૈદ્ય હતુ. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા પણ રહી ચુક્યા છે. એમજી વૈદ્ય સંઘના એવા સ્વયંસેવક હતા, જેમની સાથે અત્યાર સુધી દરેક સરસંઘચાલકની સાથે કામ કરવાનો અનુભવ હતો. 

પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ

— Narendra Modi (@narendramodi) December 19, 2020

એમજી વૈદ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રથમ પ્રવક્તા પણ હતા. તેઓ તરૂણ ભારચના એડિટર પણ રહ્યાં હતા. એમજી વૈદ્યએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને ઘણા પુસ્તકોનું લેખન પણ કર્યુ છે. સંઘમાં વૈદ્યનું સન્માન હતુ, ભારતીય જનતા પાર્ટીમાં પણ તેમનું ઘણું સન્માન હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, એમજી વૈદ્યને પિતા પુલ્ય માનતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news