Kisan andolan: શરદ પવાર બોલ્યા- કિસાન હજુ શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ બીજો રસ્તો અપનાવી લીધો તો....

પૂર્વ કૃષિ મંત્રી અને એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે, કિસાન આજે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે. જો તે આ રસ્તો છોડીને કોઈ બીજા રસ્તા પર ચાલ્યા ગયા તો દેશની સામે મોટુ સંકટ આવી શકે છે. 
 

 Kisan andolan: શરદ પવાર બોલ્યા- કિસાન હજુ શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ બીજો રસ્તો અપનાવી લીધો તો....

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવાર (Sharad Pawar) એ કિસાન આંદોલન (Kisan Andolan) ના બહાને કેન્દ્ર સરકારને એકવાર ફરી નિશાના પર લીધી છે. પૂર્વ કૃષિ મંત્રી અને એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે, કિસાન આજે શાંતિથી પ્રદર્શન કરી રહ્યા છે. જો તે આ રસ્તો છોડીને કોઈ બીજા રસ્તા પર ચાલ્યા ગયા તો દેશની સામે મોટુ સંકટ આવી શકે છે. 

કિસાનોએ કોઈ અન્ય રસ્તો અપનાવ્યો તો જવાબદારી BJP સરકારની
શરદ પવારે કહ્યુ કે, કિસાન જો આંદોલનનો રસ્તો છોડીને કોઈ બીજી રીત અપનાવે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ (કેન્દ્ર) સરકારે લેવી પડશે. તેમણે કહ્યું કે, એવા ઘણા મુદ્દા છે, જેને લઈને જેના હાથમાં સત્તા છે તે સંવેદનશીલ નથી. 

શરદ પવાર પહેલા પણ કેન્દ્ર પર હુમલો કરી ચુક્યા છે
મહત્વનું છે કે આ પ્રથમ વખત નથી જ્યારે શરદ પવારે કિસાન આંદોલન (Kisan andolan) ને લઈને કોઈ નિવેદન આપ્યુ છે. આ પહેલા પણ તેમણે કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારને નિશાના પર લીધી છે. શરદ પવારે થોડા દિવસ પહેલા પણ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે સુધાર એક સતત પ્રક્રિયા છે અને એપીએમસી કે બજાર સિસ્ટમમં સુધારા વિરુદ્ધ કોઈપણ વ્યક્તિ દલીલ નહીં આપે, પરંતુ તેના પર એક સકારાત્મક ચર્ચાનો તે મતલબ નથી કે આ સિસ્ટમને નબળી કે નષ્ટ કરવા માટે હોય. 

... ત્યારે કૃષિ મંત્રીએ પવારને ગણાવ્યા કૃષિ કાયદાના ફાયદા
પરંતુ શરદ પવારના આરોપોનો કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) એ વિસ્તારથી જવાબ આપ્યો હતો. તબક્કાવાર ટ્વીટ કરી તોમરે કહ્યુ, 'નવા કૃષિ કાયદા કિસાનો માટે પોતાનો પાક વેચવા માટે નવી વ્યવસ્થા આપવાનો વિકલ્પ આવનારા છે. તે હેઠળ તે પોતાનો પાક રાજ્યની બહાર ગમે ત્યાં, કોઈને પણ સરળતાથી વેચી શકે છે. તેનાથી તેને પોતાના પાકની સારી કિંમત મળશે. તેનાથી હાલની એમએસપી વ્યવસ્થામાં કોઈ નુકસાન થશે નહીં.' તોમરે આગળ કહ્યુ, નવી વ્યવસ્થા હેઠળ યાર્ડ પર કોઈ પ્રભાવ પડશે નહીં. તેનઆથી વિપરીત સ્પર્ધા વધશે અને સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં તેમાં બચત થશે. નવા કાયદા અંતર્ગત બન્ને વ્યવસ્થાઓ કિસાનોના હિતમાં સાથે-સાથે ચાલતી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news