Facebook નો રાજનીતિક ધંધો! શિવસેનાનો ભાજપ પર મોટો આરોપ

કેરળના વાયનાડથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ભાજપ (BJP) પર દેશમાં Facebook અને WhatsAppને કંટ્રોલ કરવાના આરોપ લગાવવામાં આવ્યાં બાદ શિવસેના (Shivsena) પણ ભાજપને ઘેરવામાં લાગી ગઈ છે. શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખાયું છે કે લોકસભા ચૂંટણી 2014માં થયેલી ભાજપની જીતનું મોટું કારણ Facebook અને Whatsapp રહ્યું છે. ભાજપે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી સાંપ્રદાયિક તણાવ ફેલાવ્યો છે. 

Updated By: Aug 18, 2020, 12:48 PM IST
Facebook નો રાજનીતિક ધંધો! શિવસેનાનો ભાજપ પર મોટો આરોપ

મુંબઈ: કેરળના વાયનાડથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ભાજપ (BJP) પર દેશમાં Facebook અને WhatsAppને કંટ્રોલ કરવાના આરોપ લગાવવામાં આવ્યાં બાદ શિવસેના (Shivsena) પણ ભાજપને ઘેરવામાં લાગી ગઈ છે. શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખાયું છે કે લોકસભા ચૂંટણી 2014માં થયેલી ભાજપની જીતનું મોટું કારણ Facebook અને Whatsapp રહ્યું છે. ભાજપે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી સાંપ્રદાયિક તણાવ ફેલાવ્યો છે. 

સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે અમેરિકી મીડિયાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે સોશિયલ મીડિયામાં જન્મેલા ગોબેલ્સ પોતાનો કાયદો, ન્યાય વ્યવસ્થા, પોતાની જેલ, વગેરે બનાવીને ગમે તેના પર હુમલો કરી દે છે અને કોઈને પણ શૂળીએ ચઢાવી દે છે. સોશિયલ મીડિયાના આ નવા લશ્કર એ હોયબા રાજનીતિક પાર્ટી અને સંગઠનોના પગારદાર કર્મી હોય છે. તેઓ પોતાના વિચારોનો પ્રચાર કરે છે જ્યારે બીજા વિશે ઝેર પણ ઓકે છે. 2014ની લોકસભા ચૂંટણી ભાજપે મોદીના નેતૃત્વમાં જીતી, તેમાં ભાજપના વેતન પર ચાલનારી સોશિયલ મીડિયાની ફૌજનું મોટું યોગદાન હતું. 

કોંગ્રેસનો આરોપ-ફેસબુક પર BJPનો કંટ્રોલ, રવિશંકર પ્રસાદનો વળતો જવાબ ' ડેટાને હથિયાર બનાવતા રંગે હાથ...'

તત્કાલિન પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ અને રાહુલ ગાંધીને ગોબલ્સ ટોળીએ નકામા સાબિત કરી દીધા. પૂર્વ પીએમ મનમોહન સિંહને મૌનીબાબા અને રાહુલ ગાંધીને પપ્પુ જાહેર કરી દીધા. તે સમયે સોશિયલ મીડિયાએ મોદી પર સુપરમેન, એકમાત્ર તારણહાર અને વિષ્ણુના તેરમા અવતાર તરીકે મહોર મારી દીધી. સોશિયલ મીડિયા પર ગત સાત વર્ષોમાં જૂઠને સત્ય અને સત્યને જૂઠ બનાવવાનું કામ થયું. અફવાઓ અને જાતીય તથા સાંપ્રદાયિક દ્વેષ ફેલાવીને રાજકીય લાભ લેવાયો. 

BJP નેતાઓની 'હેટ સ્પીચ' ઈગ્નોર કરવાના આરોપો પર Facebook એ આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજુ કરીને કહ્યું કે 'હિન્દુસ્તાનમાં ફેસબુક અને વોટ્સએપ ભાજપ અને સંઘના નિયંત્રણમાં છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ખોટી ખબરો અને દ્વેષ ફેલાવ્યો છે. મતદારો પર  પ્રભાવ જાળવવા માટે તેમનો ઉપયોગ કરાયો છે. અમેરિકી મીડિયાએ ફેસબુક મામલે સત્ય ઉજાગર કર્યું છે.'

Facebook ઈન્ડિયાના Policy Director ને મળી મારી નાખવાની ધમકી, અભદ્ર કમેન્ટ્સ પણ થઈ રહી છે

ફેસબુક  કંપનીએ સ્વીકાર્યું છે કે 'ભાજપના કેટલાક નેતાઓએ દ્વેષ ફેલાવનારી પોસ્ટ ફેસબુક પર અપલોડ  કરી અને ફેસબુક પર કાર્યવાહી ન કરવાનું દબાણ કર્યું. આ મામલે ફેસબુક ઈન્ડિયાના સંચાલકનું કહેવું છે કે ભાજપના નેતાઓ પર હિંસા ફેલાવનારી પોસ્ટ માટે કાર્યવાહી કરવાથી  કંપનીના ભારતમાં બિઝનેસ વૃદ્ધિને જોખમ પેદા થઈ શકે છે.' આ ફેસબુકની વ્યવસાયિક નીતિ છે. 

Coronavirus Updates: દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 51 હજારને પાર 

સામનામાં આગળ લખ્યું છે કે તમે અમારા બિઝનેસમાં કરવા હોય ત્યારે તમારે કમસે કમ ઉદ્યોગ ધંધામાં તો નીતિ નિયમોનું પાલન કરવું જ પડશે. બિઝનેસ પર અસર થશે એથી કરીને ભ્રષ્ટ વિચાર અને લડતના મંચ તરીકે ફેસબુક જેવા મીડિયાનો પ્રયોગ શરૂ થાય તો તેને નજરઅંદાજ કરી શકાય નહીં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube