CAA વિરોધ પર વિપક્ષની બેઠક, સોનિયા ગાંધીએ કહ્યું- સરકાર નફરત ફેલાવી રહી છે

સોનિયા ગાંધીએ તે પણ કહ્યું કે, તે (પીએમ મોદી અને અમિત શાહ) પોતાની વાતથી ફરી ગયા છે. જેએનયૂ, બીએચયૂ અને જામિયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, લોકોએ તેમનો આતંક જોયો છે. મોદી-શાહની સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.
 

CAA વિરોધ પર વિપક્ષની બેઠક, સોનિયા ગાંધીએ કહ્યું- સરકાર નફરત ફેલાવી રહી છે

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પર ચર્ચા માટે બોલાવેલી વિપક્ષી દળોની બેઠક બાદ કોંગ્રેસ (Congress)ના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia gandhi)એ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર લોકો પર અત્યાચાર કરી રહી છે અને નફરત ફેલાવી રહી છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર લોકોને ધર્મના આધાર પર વિભાજીત કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં મશીનરીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે અને બંધારણને અવગણીને ઉથલ-પાથલ કરવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસ માટે ઝટકાની વાત તે રહી કે માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલની સાથે-સાથે મહારાષ્ટ્રમાં તેની સહયોગી શિવસેના પણ આ બેઠકથી દૂર રહી હતી. 

પોતાની વાતથી ફરી ગયા મોદીઃ સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ તે પણ કહ્યું કે, તે (પીએમ મોદી અને અમિત શાહ) પોતાની વાતથી ફરી ગયા છે. જેએનયૂ, બીએચયૂ અને જામિયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, લોકોએ તેમનો આતંક જોયો છે. મોદી-શાહની સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસના 19 નેતાઓ સિવાય એનસીપી પ્રમુખ શરદ પવાર, લેફ્ટના નેતા સીતારામ યેચુરી, ડી રાજા, જીએમએમ નેતા અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, એલજેડી ચીફ શરદ યાદવ, આલોક સમતા પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા, આરજેડી નેતા મનોજ ઝા, નેશનલ કોન્ફરન્સના હસનૈન મસૂદી પણ સામેલ થયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાથે રાહુલ ગાંધી પણ બેઠકમાં સામેલ થયા હતા. 

સરકારે લોકો પર કાઢ્યો ગુસ્સો
બેઠક બાદ સોનિયા ગાંધીએ દાવો કર્યો કે દેશભરમાં લોકોએ સીએએ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું, 'આ પ્રદર્શનો બાદ સરકારનો ગુસ્સો નિકળ્યો અને હવે ખુલીને સામે આવી ગયો છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પોલીસની કાર્યવાહી અજીબ છે. 

વિદ્યાર્થી આંદોલનથી કોંગ્રેસને આશા?
સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ વિદ્યાર્થીઓના વિરોધથી સમર્થન કરીને સીએએ વિરુદ્ધ પોતાની જીત નક્કી કરવા ઈચ્છે છે. સૂત્રો પ્રમાણે વિપક્ષ વિદ્યાર્થીઓના મુદ્દાને ઉપાડીને તેનું આંદોલન આગળ વધારવા ઈચ્છે છે. પાછલા સપ્તાહે પણ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સીએએ દ્વારા દેશને વિભાજીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એનપીઆર પણ એનઆરસીનું પહેલું પગઠીયું છે. 

વિપક્ષની આ બેઠકને તે માટે પણ મહત્વની ગણાવવામાં આવી રહી છે, કારણ કે ટૂંક સમયમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ વિદ્યાર્થી આંદોલનને આગળ વધારીને ભાજપને ઘેરવા ઈચ્છે છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news